Homeગુર્જર નગરીમોરબીમાં વેપારીએ પત્ની અને પુત્ર સાથે કર્યો સામૂહિક આપઘાત, એકના એક પુત્રનો...

મોરબીમાં વેપારીએ પત્ની અને પુત્ર સાથે કર્યો સામૂહિક આપઘાત, એકના એક પુત્રનો બે દિવસ પહેલા જ હતો જન્મદિવસ

Team Chabuk-Gujarat Desk : મોરબી શહેરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે મોરબીમાં હાર્ડવેરના વેપારીએ પત્ની અને પુત્ર સાથે સામૂહિક આપઘાત કરી લીધો છે. વેપારીના સામૂહિક આપઘાતના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મોરબી શહેરમા રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે આવેલા વસંત પ્લોટમાં રહેતા હાર્ડવેરના વેપારીએ પત્ની અને પુત્ર સાથે મળી ઘરના બેડરૂમ, હોલ અને કિચનમાં અલગ અલગ જગ્યાએ સામૂહિક રીતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવને પગલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે વસંતપ્લોટમાં આવેલા રોયલ પેલેસ નામના ફ્લેટમાં ચોથા માળે રહેતા હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (ઉ.વ.57), તેમના પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (ઉ.વ. 55) અને પુત્ર હર્ષ હરેશભાઈ કાનાબાર (ઉ.વ.19) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ફેલટમાં ગળેફાંસો ખાઈ સામૂહિક આપઘાત કરી લીધો હોવાનું મૃતકના ભાઈ પંકજભાઈ કાનાબારે પોલીસને જાણ કરતા ગંભીર બનાવ મામલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો વસંતપ્લોટ ખાતે બનાવ સ્થળે દોડી આવ્યો હતો.

morbi suicide

ઉલ્લેખનીય છે કે, મૃતક હરેશભાઇને હાર્ડવેરની દુકાન હોવાનું તેમજ બે દિવસ પહેલા જ પુત્ર હર્ષનો જન્મ દિવસ હોવાનું નજીકના પરિવારજનો જણાવી રહ્યા છે. બીજી તરફ પોલીસને બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું અને સ્યુસાઇડ નોટમાં પરિવારના આ પગલાં માટે કોઈ જવાબદાર ન હોવાનું જણાવ્યું હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે, હાલમાં પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી છે.

ચોકવાનારી બાબત એ છે કે, સામૂહિક આપઘાત કરી લેનાર દંપતીએ કઠણ કાળજે આ અંતિમ પગલું ભરવા માટે ત્રણેય વ્યક્તિએ ફ્લેટમાં અલગ અલગ જગ્યાએ ગળેફાંસો ખાધો હતો જેમા એક વ્યક્તિ બેડરૂમમાં, એક વ્યક્તિ હોલમાં અને એક વ્યક્તિએ રસોડામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં પોલીસે આ ગંભીર બનાવમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments