Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ બરાબરનો શરૂ થયો છે. ત્યારે આવતીકાલે તારીખ 17 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં બારે મેઘ ખાંગા થશે તેવો વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજકોટ, મોરબી, દ્વારકા સહિતના જિલ્લામાં વરસાદ તૂટી પડશે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી- તરઘડિયા દ્વારા કરવામાં આવેલી આગાહીની જો વાત કરીએ તો આવતીકાલે 17 જુલાઈના રોજ રાજકોટ જિલ્લામાં 252 મીમી એટલે કે 10 ઈંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં પણ 249 મીમી એટલે કે 10 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. મોરબી જિલ્લામાં 112 મીમી એટલે કે સાડા ચાર ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 127 મીમી એટલે કે 5 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. અમરેલી જિલ્લામાં પણ 127 મીમી એટલે કે 5 ઈંચ વરસાદ ખાબકી શકે છે. જામનગર જિલ્લામાં 69 મીમી એટલે કે પોણા ત્રણ ઈંચ આસપાસ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
એટલે કે 17 જુલાઈ ને બુધવારના રોજ સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે .
18 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે .
19 જુલાઈના રોજ સૌસૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છ. અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
20 જુલાઈના રોજ સૌસૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા