Homeગુર્જર નગરીબિપોરજોય વાવાઝોડાની અસર, ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

બિપોરજોય વાવાઝોડાની અસર, ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

Team Chabuk-Gujarat Desk: વાવાઝોડાને લઈ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં વરસાદની શક્યતા છે. વાવાઝોડુ આગળ વધશે તેમ-તેમ ભાવનગર, જૂનાગઢમાં પણ વરસાદ પડશે.

જામનગર, મોરબી, બોટાદમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે. રાજકોટ જિલ્લમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીના સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. માળીયા મીયાણા, સામખીયાળી, ભચાઉમાં પણ પડશે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે કચ્છ અને દ્વારકામાં, જ્યારે ગુરુવારે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાની અસરના કારણે 16 અને 17 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

બિપરજોય વાવાજોડાની અસરને લઈ રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમા વરસાદ વરસ્યો છે. ઉપલેટામાં પડેલા ભારે પવન સાથેના વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારમા વીજપોલ ધરાશાયી થયો છે.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments