Homeગુર્જર નગરીએક ક્લિકમાં વાંચો બજેટ 2022-23ની મહત્વની જાહેરાત

એક ક્લિકમાં વાંચો બજેટ 2022-23ની મહત્વની જાહેરાત

Team Chabuk-Gujarat Desk: ગુજરાતનું વર્ષ 2022-23 માટેનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. નાણા મંત્રી કનુ દેસાઈએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું છે. બજેટ રજુ કરતાં નાણા મંત્રીએ જણાવ્યું કે, માથાદીઠ આવક 20 વર્ષમાં 19,823 થી વધીને 2,14,809  થઈ ગઈ છે. ગૌ સંવર્ધન માટે ખાનગી સંસ્થા કામ કરી રહી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી. જેના માટે 500 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે.

  • 80 વર્ષથી વધુની વયના વૃદ્ધોને 1250 અને 60થી વધુ વયના વૃદ્ધોને રૂ.1 હજાર પેન્શન
  • જસદણ, લીંબાયત, પાલીતાણા, બગસરામાં નવી કોલેજો શરૂ કરાશે.
  • 4 હજાર ગામોને ફ્રી વાઇફાઈની સુવિધા અપાશે.
  • સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બિલિમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઉભી કરાશે.
  • મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થાપવામાં આવશે
  • પીએચડી કરતા વિદ્યાર્થીઓને રૂ.1 લાખની સહાય
  • સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ કરવાની જાહેરાત. જેના માટે 10 હજાર કરોડની ફાળવણી.
  • કચ્છમાં મોટા ચેકડેમ બનાવવા 65 કરોડ.
  • બનાસકાંઠામાં સિંચાઈનો લાભ આપવા 70 કરોડ.
  • ધરોઈ બંધ પરિક્ષેત્રને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવા 200 કરોડ.
  • અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના ગામોને સિંચાઈ માટે 25 કરોડ.
  • કૃષિ વિભાગ માટે રૂ.7737 કરોડની જોગવાઈ.
  • રાજ્યમાં પ્રાકૃત્તિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે.
  • જળ સંપત્તિ વિભાગ માટે રૂ.5339 કરોડની જોગવાઈ.
  • પાણી પુરવઠા વિભાગ માટે રૂ.5451 કરોડની જોગવાઈ.
  • આરોગ્ય વિભાગ માટે રૂ.12240 કરોડની જોગવાઈ.
  • શિક્ષણ વિભાગ માટે રૂ.34884 કરોડની જોગવાઈ.
  • સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ માટે રૂ.500 કરોડ.
  • મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.4976 કરોડ.
  • મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ.500 કરોડ.
  • ગૌશાળા, પાંજરાપોળ નિભાવ ખર્ચ માટે રૂ.500 કરોડ.
  • ખેડૂતોને રવિપાક માટે વ્યાજ સહાય યોજના.
  • સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના જાહેર, રૂ.4000 કરોડની જોગવાઈ.
  • ધાત્રી માતાને 1000 દિવસ સુધી અપાશે રાશન. 1 કિલો તુવેરદાળ, લીટર તેલ, 2 કિલો ચણા અપાશે.
  • ગૃહ વિભાગ માટે રૂ.8325 કરોડની જોગવાઈ.
  • ગૃહવિભાગમાં વિવિધ સંવર્ગની 1094 જગ્યા ઉભી કરાશે.
  • સુરત અને ગિફ્ટ સીટીમાં નવા પોલીસ મથક બનશે.
  • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1526 કરોડ.
  • સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ માટે રૂ.4782 કરોડ.
  • કાયદા વિભાગ માટે રૂ.1740 કરોડની જોગવાઈ.
  • આદિજાતિ વિભાગ માટે રૂ.2909 કરોડની જોગવાઈ.
  • પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.9048 કરોડ.
  • શહેરી વિકાસ વિભાગ માટે રૂ.14297 કરોડ.
  • ઉદ્યોગ વિભાગ માટે રૂ.7030 કરોડની જોગવાઈ.
  • પ્રવાસન વિભાગ માટે રૂ.465 કરોડની જોગવાઈ.
  • વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ માટે રૂ.670 કરોડ.
  • સૈનિક શાળાઓની જેમ રક્ષા શક્તિ શાળાઓ શરૂ કરાશે.
  • 3 લાખ વિદ્યાર્થીઓને નમો ટેબલેટ અપાશે.
  • દિવ્યાંગો માટે 24 કલાક વીડિયો હેલ્પલાઈન શરૂ કરાશે .
  • લિંબાયત, જસદણ, બગસરા,પાલીતાણા, વરાછા, સંતરામપુરમાં નવી સરકારી કોલેજો શરૂ થશે. 
  • નિરાધાર વૃદ્ધ પેન્શનમાં 250 રૂપિયાનો વધારો. 80 વર્ષથી વધુની વયના વૃદ્ધોને 1250 અને 60થી વધુ વયના વૃદ્ધોને રૂ.1 હજાર પેન્શન અપાશે.
  • આદિવાસી વિસ્તારોમાં 500 નવા મોબાઈલ ટાવર આગામી 2 વર્ષમાં બનાવાશે.
  • ગ્રામ્ય કક્ષાએ સારી કનેક્ટિવિટી માટે ફ્રી વાઈ ફાઈની સુવિધા અપાશે, પ્રથમ તબક્કામાં 4 હજાર ગામોમાં ફ્રી વાઈફાઈ અપાશે.
  • બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાશે.
  • દિવ્યાંગ પેન્શન યોજનામાં 1000 રૂપિયા માસિક પેન્શન અપાશે.
  • 36 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ માટે 900 રૂપિયા અપાશે.
  • દરેક પ્રાથમિક શાળા સીસીટીવીથી સજ્જ કરાશે .
  • 11 લાખ વિદ્યાર્થીઓને એસટીનો મફત પાસ અપાશે .
  • શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં ભોજનનો દર રૂપિયા 10 થી ઘટાડીને 5 રૂ કરાયો.
  • આંતરજ્ઞાતિય લગ્નમાં સહાય 2 લાખ 50 હજાર રૂપિયા અપાશે.
  • સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બિલિમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઉભી કરાશે.
  • મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થાપવામાં આવશે.
  • પીએચડી કરતા વિદ્યાર્થીઓને રૂ.1 લાખની સહાય.
  • ગુજરાતમાં 75 નમો વનનું નિર્માણ કરાશે. 75 સ્થળોએ વડલાના વૃક્ષોનું વાવેતર કરાશે.
  • નમો ટેબલેટ યોજના હેઠળ 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા 200 કરોડની જોગવાઈ.
  • કમલમ ફ્રૂટના વાવેતર વિસ્તારમાં વધારો કરવા માટે 10 કરોડની ફાળવણી.
  • આઈટી ક્ષેત્રે 2 લાખથી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવાશે. આઈટી માટે 20 કરોડની જોગવાઈ.
  •  દેશનું પહેલું બુલિયન માર્કેટ ગિફ્ટ સિટીમાં શરૂ થશે.

બજેટસત્રના બીજા દિવસે પણ વિધાનસભા બહાર વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસે વિરોધપ્રદર્શન કર્યું હતું, જેમાં તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ્દ કરવાની કોંગ્રેસે માંગણી કરી હતી.ગુજરાતના બજેટ અંગે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે, ભાજપના એજન્ડા પ્રમાણેનું બજેટ હશે. મતદારોને આકર્ષવા વાયદાઓની વણઝાર થશે. ખેડૂતો, વિદ્યાર્થીઓને કરેલા વાયદા હજુ પુરા નથી થયા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments