Homeગુર્જર નગરીઈફ્કોએ NPK ખાતરની થેલીમાં વધાર્યો, 50 કિલોની બેગમાં 130 રૂપિયા વધાર્યા

ઈફ્કોએ NPK ખાતરની થેલીમાં વધાર્યો, 50 કિલોની બેગમાં 130 રૂપિયા વધાર્યા

Team Chabuk-Gujarat Desk: જગતના તાતના માથે વધુ એક વધારો ઝીંકવામાં આવ્યો છે. ઈફ્કોના ખાતરમાં આ વર્ષમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. NPK ખાતરની 50 કિલોની એક થેલી પર 130 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. પહેલા એક થેલીનો ભાવ 1720 રૂપિયા હતો, જે હવે વધીને 1850 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને સીધી અસર થશે. 

ઈફ્કો કંપનીએ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો. વર્ષ 2025 ની શરૂઆતથી જ ખેડૂતો પર મોંઘવારીનો માર ઝીંકાયો હતો. વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ઈફ્કોએ એનપીકે ખાતરમાં ભાવ વધારો કર્યો હતો. તેના છ મહિના બાદ જુલાઈના અંતમા ફરીથી ખાતરના ભાવમાં વધારો કરાયો છે. ઈફકો કંપની દ્વારા NPK ખાતરની થેલીએ 130 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. પહેલા એક 50 કિલોની બેગના 1720 રૂપિયા હતા જે વધીને હવે 1850 રૂપિયા થઈ ગયા છે.

NPK

NPK ખાતરનું ઉત્પાદન કરતી ઈફ્કો (ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કો-ઓપરેટીવ લિમિટેડ) દ્વારા વર્ષની શરૂઆતમા જાન્યુઆરી મહિનામાં NPK ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. અત્યાર સુધી ખેડુતોને એનપીકેની 50 કિલોની એક ગુણ 1470 રૂપિયામાં મળી રહેતી હતી. ત્યારે 50 કિલોની બોરીનો ભાવ 1720 રૂપિયા કરી દેવાયો હતો. અને હવે ફરીથી નવો ભાવવધારો લાગુ કર્યો છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments