Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં ઉજ્જૈનના ચમત્કારી બાબાના નામે છેતરપિંડી કરનારા 2 શખ્સો ઝડપાયા છે. બંને શખ્સોએ LCBએ વેરાવળ બાયપાસ આગળ ધોરાજી ચોકડી પાસેથી ઝડપી લીધા છે. સાથે જ પોલીસે આરોપી પાસેથી કુલ 4 લાખ 91 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની પૂછપરછમાં અન્ય 17 ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે.
મળતી વિગત મુજબ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજણ હૂણ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, ધોરાજીથી ખામધ્રોળ ચોકડી તરફ જતા હોટેલ હિંગળાજ પાસે 2 અજાણ્યા શખ્સો(કાર ચાલક અને એક સાધુ જેવા દેખાતા શખ્સ)એ અરજણભાઇને સરનામું પૂછવાના બહાને રોક્યા હતા. બાદમાં વાતચીતમાં પરોવી કારમાં નિર્વસ્ત્ર બેઠેલા વ્યક્તિ ઉજૈનના ચમત્કારિક બાબા હોવાનું કહી દર્શન કરવા બોલાવ્યા હતા. ત્યારબાદ આ નકલી બાબાએ ફરિયાદીની સોનાની વિંટી અને ચેનને મંત્રોથી પવિત્ર અને ચમત્કારી બનાવવાનું કહી વિંટી, ચેઇન મળી કુલ 63,000નો મુદ્દામાલ લઇ કાર ભગાવી નાસી છૂટ્યા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, બનાવને મદારી ગેંગના શખ્સોએ અંજામ આપ્યો છે. દરમિયાન પોલીસ સ્ટાફને આરોપી જૂનાગઢ તરફ આવતા હોવાની બાતમી મળી હતી. જેથી જૂનાગઢ વેરાવળ બાયપાસ આગળ ધોરાજી ચોકડી પાસેથી પસાર થતી કારને રોકાવી બન્ને આરોપી નરસીનાથ ઉર્ફે અચિયો સમજુનાથ ભાટી અને અમરનાથ નટવરનાથ પઢિયાર (બન્ને રહેવાસી ગણેશપુરા, દહેગામ) વાળાને ઝડપી લીધા હતા. પલીસે આરોપી પાસેથી રોકડ, મોબાઇલ ફોન, 2 કાર મળી કુલ 4,91,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આગવી ઢબે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલ્યો હતો. બીજી તરફ પૂછપરછમાં અન્ય 17 ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
