Team Chabuk-Gujarat Desk: હવે યુવતીઓના લગ્નની વય 18થી વધારી 21નો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ પુરુષોની લગ્નની વય એટલી જ છે, છતાં નાની ઉંમરે પરણવાના અભરખા ઉછાળા મારતા હોય એ ગમે તે કરી બેસે છે. જામકંડોરણા તાલુકાના બોરિયા ગામના યુવાનની ઉંમર લગ્ન લાયક નહોતી તોપણ જન્મતારીખના દાખલામાં છેડછાડ કરી ગોંડલમાં ખોટું સોગંદનામું કરાવ્યું હતું. ખોટા સોગંદનામાની આડમાં તેણે ગમતી યુવતી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. હવે આ યુવકની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જામકંડોરણામાં રહેતા હરસુખભાઈ ખીમાભાઈ ચૌહાણે ગોંડલ શહેર પોલીસ મથકમાં સુધીર કિશોર શેખવાની વિરૂદ્ધ ઉંમર અંગેનું ખોટું સોગંદનામું કરાવી તેમની પુત્રી સાથે લગ્ન કરી લીધાની ફરિયાદ નોંધાવી છે. યુવતીના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સુધીર શેખવા નામના યુવાને તેમની પુત્રીને ભગાડી જઈ લગ્ન કરી લીધા હતા, જોકે વાસ્તવમાં તેની ઉંમર લગ્ન લાયક નથી. તેણે લગ્ન લાયક ઠરવા માટે જન્મતારીખના દાખલામાં છેડછાડ કરી હતી.
હરસુખભાઈની ફરિયાદના આધાર પર પોલીસે IPC કલમ 465, 471, 200 મુજબ બાળ લગ્ન પ્રતિબંધ કાયદાની કલમ 9 મુજબ, ગુનો નોંધી પીએસઆઇ વિશાલ ગોલવેલકર તથા રાજદીપસિંહ ચુડાસમા એ કાર્યવાહી હાથ ધરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત