Team Chabuk-Gujarat Desk: જામનગરમાં 3 નરાધમોએ એક યુવતી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. યુવતીએ ત્રણેય નરાધમો સામે સીટી એ ડિવિઝન પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ત્રણેય આરોપીને ઝડપી જેલ હવાલે કર્યા છે.
આરોપ છે કે, પીડિતા યુવતી આ ત્રણ આરોપીઓમાંથી એક હુસેન ગુલમહમ્મદના ઘરે ઘરકામ કરવા જતી હતી. આરોપીએ યુવતીના સ્નાન કરતી વખતેના નગ્ન અવસ્થામાં ફોટા પાડ્યાં હતા અને વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. આમ, બ્લેકમેલ કરી હુસેન ગુલમહમ્મદ, તેનો મિત્ર અમીરખાન જાફરખાન જોરાવર અને ફૈઝલ લતિફ દરવાને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો છે.
પોલીસે દુષ્કર્મ આચરનાર ત્રણેય યુવકો હુસેન ગુલમહમ્મદ, અમીરખાન જાફરખાન જોરાવર અને ફૈઝલ લતિફ દરવાનની ધરપકડ કરી છે. આ ત્રણ સિવાય આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસનો મુખ્ય આરોપી હુસેન ગુલમહમ્મદ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના પર એક NDPSનો કેસ અને ગેરકાયેદસર હથિયાર રાખવાનો કેસ નોંધાયેલો છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત