Homeગુર્જર નગરીજૂનાગઢઃ પ્રેમમાં અંધ બનેલી દીકરીએ માતાને મોતને ઘાટ ઉતારી, પાનાના 17 ઘા...

જૂનાગઢઃ પ્રેમમાં અંધ બનેલી દીકરીએ માતાને મોતને ઘાટ ઉતારી, પાનાના 17 ઘા માર્યા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના ઈવનગરમાં એક મહિલાની ઘરમાંથી જ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી ત્યારે હવે આ હત્યા મામલે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. મહિલાની હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ પોતાની જ દીકરી નીકળી છે. ગત શનિવારે મોડી રાત્રે જૂનાગઢના ઈવનગરમાં રહેતા દક્ષાબેન ગોવિંદભાઈ બામણિયા નામની મહિલાની લોહીથી લથપથ લાશ પોતાના ઘરમાંથી જ મળી આવી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં આ હત્યા કોઈ અજાણ્યા શખ્સે બોથડ પદાર્થના ઘા મારીને કરી હોવાનું લાગ્યું હતું. તેથી પોલીસે શંકાના આધારે તપાસ કરતાં હવે આ હત્યા કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ મહિલાની હત્યા તેની જ દીકરીએ કરી હતી. પ્રેમ સંબંધમાં અંધ બનેલી દીકરીએ માતાની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોસીસે દીકરીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો મૂળ ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા ગામના અને છેલ્લાં સાત વર્ષથી જૂનાગઢ તાલુકાના ઈવનગરમાં રહેતાં દક્ષાબેન ગોવિંદભાઈ બામણિયા (ઉં વ.35) પોતાના પતિ અને સંતાનો સાથે રહે છે. ગત રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં લોહીથી લથપથ હાલતમાં દક્ષાબેનનો મૃતદેહ મળ્યો હતો. ટ્રકના વ્હીલ પાનાથી માથાના ભાગે 17થી વધુ ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

doctor plus

દક્ષાબેનના પતિ ગોવિંદભાઈ બામણિયા પાલનપુર કામકાજ કરે છે, જેથી પાલનપુર અવરજવર રહેતી હોય છે. હત્યાનો બનાવ બન્યો ત્યારે ગોવિંદભાઇના સાઢુભાઇએ તેમને જાણ કરતાં ગોવિંદભાઇ પાલનપુરથી પરત આવી ગયા હતા. લોહીથી લથપથ હાલતમાં દક્ષાબેનનો મૃતદેહ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારે ગોવિંદભાઇએ પોતાની કોઇની સાથે દુશ્મની ન હોવાની ફરિયાદ લખાવી હતી. જેથી પોલીસને આ હત્યાનો ભેદ ઉકેલવા મુશ્કેલ બન્યો હતો. પરંતુ પોલીસને મહિલાની દીકરી પર શંકા જતાં દીકરી મીનાક્ષી પર વોચ ગોઠવી હતી.

જૂનાગઢ પોલીસે વધુ તપાસ માટે મીનાક્ષીને બોલાવીને આગવી ઢબે પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને હત્યાની કબૂલાત કરી લીધી હતી. મીનાક્ષીએ ગુનો કબૂલતાં પોલીસને જણાવ્યું કે, તેને પોતાના જ ગામમાં રહેતા એક યુવાન સાથે પ્રેમસંબંધ હતો અને આ યુવાન તેને મળવા રાત્રે આવ્યો હતો. અગાઉ પણ આ યુવાન સાથે મીનાક્ષીને તેની માતાએ પકડી લીધી હતી અને તેને ઠપકો આપ્યો હતો. જ્યારે શુક્રવાર રાત્રે મીનાક્ષીનો પ્રેમી તેને મળવા આવવાનો હતો અને માતા દક્ષાબેનને એની જાણ થઈ હતી. જેથી મીનાક્ષીને ઠપકો આપ્યો હતો અને બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. માથાકૂટ બાદ મોડી રાત્રે મીનાક્ષીએ પોતાના ઘરના સીસીટીવી બંધ કરીને માતાને 17 જેટલા પાનાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલ તો પોલીસે આરોપી દીકરીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને મળવા આવેલો પ્રેમી આ હત્યામાં સામેલ છે કે કેમ એ અંગે તપાસ ચાલી રહી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments