Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં છેલ્લા ચાર દિવસથી ગુમ શાળા સંચાલકના પૌત્રની લાશ નરસિંહ મહેતા સરોવરમાંથી મળી આવી છે. ગત 9 જુલાઈના રોજ ગુમ થયેલો 14 વર્ષીય મનન મૃત હાલતમાં નરસિંહ મહેતા સરોવરમાંથી મળતાં પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે. NDRF ની ટીમ દ્વારા સતત થયેલી શોધખોળ બાદ ગુમ થયેલો મનન મૃત હાલતમાં આજે સવારે 9 વાગ્યાની આસપાસ નરસિંહ સરોવરમાંથી મળી આવ્યો છે.
9 જુલાઈના રોજ મનન સાયકલ સાથે ગુમ થયો હતો. જો કે મનની સાયકલ ગઈકાલે નરસિંહ મહેતા સરોવરમાંથી મળી આવી હતી. ત્યારબાદ આજે સવારે મનનો મૃતદેહ પણ NDRFની ટીમે સરોવરમાંથી શોધી કાઢ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ ફાયર અને પોલીસ વિભાગ દ્વારા મનનના પરિવારને ઘટના સ્થળે બોલાવ્યો હતો. મનના મૃતદેહને જોઈને પરિવાર ભાંગી પડ્યો હતો. મનન જોષીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો અને ઘટના કેવી રીતે બની તે અંગે પોલીસે તપાસ આગળ વધારી છે.
મહત્વનું છે કે, જૂનાગઢની જલારામ સોસાયટી પાછળ રિદ્ધી ટાવરમાં રહેતા દિપેશભાઈ દિલીપભાઈ જોષીનો 15 વર્ષીય પુત્ર મનન ગત તા. 9 જુલાઈ 2022 ની રાત્રે ગુમ થયા બાદ તેનો મોબાઈલ શહીદ પાર્ક નજીક કચરા ટોપલી પર મૂકેલો મળી આવ્યો હતો. ત્યારબાદ તેના પિતાએ પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ ઘટના કેમ બની તે અંગે તપાસ ચાલી રહી છે. અપહરણની શંકાને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે અને હાલ સીસીટીવી તપાસી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
