Homeગુર્જર નગરીAhmedabad: એલ.ડી. આર્ટસ કોલેજમાં પ્રિન્સીપાલની ઓફિસમાં વિદ્યાર્થીઓએ તોડફોડ કરી

Ahmedabad: એલ.ડી. આર્ટસ કોલેજમાં પ્રિન્સીપાલની ઓફિસમાં વિદ્યાર્થીઓએ તોડફોડ કરી

Team Chabuk-Gujarat Desk: એલ.ડી. આર્ટસ કોલેજમાં પ્રિન્સીપાલની ઓફિસરમાં જઇ ત્રણ માથાભારે વિદ્યાર્થીઓએ તોડફોડ કરી હતી. જેના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પ્રોફેસરોને પરેશાન કરતા તેમને બોલાવ્યા હતા તે દરમિયાન પ્રિન્સીપાલ સાથે ઝપાઝપી કરી તોડફોડ કરી ભાગી ગયા હતા. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

શીલજ સર્કલ પાસે આવેલા રમ્ય રેસીડેન્સીમાં ડો. મહીપતસિંહ ચાવડા (ઉ.55) પરિવાર સાથે રહે છે. તેઓ એલ ડી આર્ટસ કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવે છે. સોમવારે સવારે રાબેતા મુજબ કોલેજ ચાલી રહી હતી. અર્જુન અભુભાઇ રબારી, આકાશ જ્યરામ દેસાઇ અને ઝીલ ગોવિંદભાઇ રબારી કોલેજમાં અભ્યાસ કરે છે. તેમણે અલગ અલગ દિવસોમાં કોલેજના પ્રોફેસર ડો. સુભા નિગમ, રુપલબેન પવારના ચાલુ લેક્ચરમાં રુમમાં દરવાજાને સ્ટોપર મારી દીધી હતી. પ્રોફેસર વંદના મોર્ય, સરીતાબેન શુકલા તથા તમામ પ્રોફેસરો સાથે ગેરવર્તણૂક કરી હતી અને કોલેજના ક્લાર્ક દિનેશ પટેલ ગાળો ભાંડી હતી. આ સંદર્ભે કોલેજના પ્યુન નિલેશભાઇ તેમને બોલાવવા માટે ગયા હતા ત્યારે તેને પણ ગાળો આપી હતી.

આ દરમિયાનમાં કોલેજના પ્રિન્સીપાલની ઓફિસરમાં ત્રણે શખ્સો આવી પહોચ્યા હતા અને જેમફાવે તેમ બોલાચાલી કરી તોડફોડ કરી હતી. તેમને રોકવાની કોશીષ કરતા આચાર્ય સાથે ઝપાઝપી કરી છુટ્ટી ખુર્શી મારી તોડફોડ કરી હતી. પ્રોફેસરોને સ્ટુડન્ટે ભેગા મળી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments