Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ફરી એકવાર મોતિયાકાંડ થયો છે ! હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીઓને જીવનભરનો અંધકાર મળ્યું છે. દર્દીઓએ એ આશાએ ઓપરેશન કરાવ્યું કે, ઓપરેશન બાદ તેઓ સ્પષ્ટ જોઈ શકે. તેમની પીડા ઓછી થાય. જો કે, બેદરકાર હોસ્પિટલ તંત્રના કારણે 25 જેટલા દર્દીઓની હંમેશા માટે દ્રષ્ટિ જતી રહી હોવાનો દાવો કરાયો છે. ઘટના અમરેલી જિલ્લાની છે. અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં 25 જેટલા વૃદ્ધોએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. દાવો છે કે, ઓપરેશન બાદ દર્દીઓની આંખમાં બળતરા થવા લાગી હતી. ધીમે ધીમે બળતરા વધી ત્યારબાદ તેમને ઝાંખુ દેખાવા લાગ્યું અને આખરે દેખાતું જ બંધ થઈ ગયું.
દર્દીઓને સમસ્યા વધી જતાં તેમને રાજકોટ, ભાવનગર અને અમદાવાદ રિફર કરાયા હતા. બીજી તરફ આરોપ છે કે, હવે હોસ્પિટલ તંત્ર આંકડા છુપાવવા ધમપછાડા કરી રહ્યું છે. સુપરિન્ટેન્ડેન્ટે તો ત્યા સુધી કહી દીધું કે, દર્દીઓ સમયસર ફોલોઅપ માટે આવ્યા ન હતા. કેટલાક દર્દીઓએ ઓપરેશન પછી જે કાળજી લેવી પડી તે લીધી નહીં.
આ અંગે હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે, હોસ્પિટલમાં 25 લોકોના નહીં પરંતું 17થી 17 લોકોના જ ઓપરેશન કરાયા હતા. જો કે, તેમણે સ્વીકાર્યું કે, 10 જેટલા દર્દીઓને આંખમાં આડઅસર થઈ છે. જ્યારે આરોગ્ય અધિકારીએ કહ્યું કે, નવેમ્બર મહિનામાં શાંતાબા હોસ્પિટલમાં નવેમ્બર મહિનામાં 18 દર્દીઓના ઓપરેશન કરાયા હતા. જેમાંથી 6થી 7 લોકોને આડઅસર થઈ છે. તો આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, 12 લોકોને બેક્ટેરિયાને કારણે અસર થઈ છે. કેટલાક લોકોની તબિયત સુધારા પર છે.
એક બાજું નવી સરકારના પ્રધાનો આરોગ્ય સુવિધાના વધારે સરળ અને સુધારવાના દાવા કે છે. બીજી તરફ આરોગ્ય ક્ષેત્રમાંથી મોટી બેદરકારીના બનાવ આરોગ્ય તંત્રમાં ચાલી રહેલી લોલમલોની પોલ ખોલી રહ્યા છે. ઘટના બહાર આવતા શાંતાબા હોસ્પિટલનો વિરોધ થઈ રહ્યો છે અને જવાબદાર લોકો વિરૂદ્ધ તાત્કાલિક પગલાં લેવા માગણી ઉઠી છે.
મહત્વનું છે કે, રાજ્યમાં આ પહેલાં મોતિયાકાંડ અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં થયો હતો. તો રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર આવેલી હોસ્પિટલમાં પણ મોતિયાના ઓપરેશન બાદ 12 લોકોની દ્રષ્ટિ જતી રહી હતી. 2016માં અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં પણ આવો જ બનાવ બન્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત