Team Chabuk-Gujarat Desk: રશિયાના મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટનું જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની આશંકાને લઈ પાયલટ, ક્રૂ મેમ્બર અને મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. પ્લેનમાં 236 પ્રવાસીઓ હતા જેમના જીવ તાળવે ચોંટ્યા હતા. શંકાસ્પદ વસ્તુની માહિતી મળતા જ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. સાથે જ જામનગર જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એટલું જ નહીં દિલ્લીથી NSGની ટીમ પણ તાબડતોબ જામનગર આવી પહોંચી હતી.
ફ્લાઈટમાં NSGની બે ટીમે તપાસ કરી હતી. સદનીસબે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. ગુજરાતમાં તૈનાત NSGની ટીમ સૌ પ્રથમ 12.30 વાગ્યે જામનગર પહોંચી હતી. ત્યારબાદ 3 વાગ્યે દિલ્હીની NSGની ટીમ પણ પહોંચી હતી. બંને ટિમે દ્વા આંતરાષ્ટ્રીય માપદંડ મુજબ ફ્લાઈટમાં તપાસ કરી. તમામ મુસાફરોની સામે જ તેમનો સામાન ચેક કરાયો. રાત્રિ દરમિયાન તમામ 236 મુસાફરોને સિવિલ એરપોર્ટમાં આશરો આપવામાં આવ્યો.

ઈમરજન્સી લેન્ડિંગ બાદ જામનગર એરપોર્ટ પર કોઈપણ વ્યક્તિને જવા પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. જામનગર એરપોર્ટ પર પાંચથી વધુ 108 એમ્બ્યુલન્સની ટીમ પહોંચી ગઈ હતી. લેન્ડિંગ બાદ તાત્કાલિક તમામ મુસાફરોને નીચે ઉતારી લેવાયા હતા અને બોમ્બ સ્ક્વોડની ટીમે તપાસ શરૂ કરી હતી.
ઇન્ટરનેશનલ મોસ્કોથી ગોવાની ફ્લાઈટ હતી. જેમાં બોમ્બની આશંકાને લઈને જામનગર એરપોર્ટ ખાતે ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું. જે બાદ જામનગરની એલસીબી, એસઓજી ડીવાયએસપી સહિતના સુરક્ષા કર્મીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ એરપોર્ટ પહોંચી ગયો હતો.
ઉડ્ડયન મંત્રાલય, અન્ય સંબંધિત વિભાગો અને સુરક્ષા એજન્સીઓએ ક્લિયરન્સ આપ્યા બાદ વિમાનને ઉડાન માટે મંજૂરી આપી હતી. કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા મુસાફરો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત