Team Chabuk-Gujarat Desk: પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે. પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે કે આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે. તેમજ ઉનાળા અને ચોમાસાનાં કારણે ફીઝીકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. સપ્ટેમ્બર સુધીમાં સરકાર દ્વારા ભરતીનુ આયોજન કરવામાં આવશે. પોલીસ ભરતીને જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે યોગ્ય વાતાવરણમાં લેવી પડે છે.
ગરમીની સીઝન પૂર્ણ થાય તેવી તરત જ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે અને પોલીસની ભરતીમાં ફીઝીકલ પરીક્ષા ગરમી તેમજ ચોમાસામાં લેવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. ફીઝીકલ પરીક્ષા સપ્ટેમ્બર પછી લેવાય તેવી વ્યવસ્થા ગોઠવાતી હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
