Homeગુર્જર નગરીમોરબી પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલની તબીયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ લઈ...

મોરબી પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલની તબીયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો

Team Chabuk-Gujarat Desk: મોરબી પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલની તબિયત લથડી હતી. જેથી તેને સારવાર અર્થે લઈ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જયસુખ પટેલને ગભરામણ અને છાતીમાં દુખાવો થતા સારવાર માટે લઈ જવાયા હતા. જયસુખ પટેલને ન્યુરો સર્જન પાસે લઈ જવા તબીબોએ સૂચવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, જયસુખ પટેલે જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરી છે. જામની અરજી પર કોર્ટના ઓર્ડર પહેલાં જયસુખ પટેલની તબિયત લથડી હતી.

મોરબીની જેલમાં બંધ જયસુખભાઇ પટેલને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. રેગ્યુલર જામીનની અરજીના ઓર્ડરની રાહ જોવાઈ રહી છે ત્યાં જેલમાં જયસુખ પટેલની તબિયત લથડી હતી. ગભરામણ અને છાતીમાં દુખાવો થતાં જયસુખ પટેલને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતું જયસુખભાઇને ન્યૂરો સર્જનને બતાવવા માટે મોરબી સિવિલના ડોક્ટરોએ સલાહ આપી હતી.

મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીના જયસુખ પટેલ દ્વારા જામીન માટે મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટમાં અરજી કરાઈ છે. ગત 28 માર્ચના રોજ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામા આવી હતી. આજે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જામીન અરજી પર ઓર્ડર કરી શકે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments