Team Chabuk-Gujarat Desk: હાર્ટ એટેકના બનાવો રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહ્યા છે. સ્વસ્થ લાગતા લોકો હાર્ટ એટેકના કારણે મોતને ભેટી રહ્યા છે. આવો જ એક બનાવ રાજકોટ જિલ્લાના આટકોટમાં બન્યો છે. જસદણ તાલુકાના આટકોટમાં હાર્ટ એટેકના કારણે એક મહિલાનું મોત નિપજ્યું છે. સવારે પુત્રના લગ્ન થયા અને સાંજે જ માતાનું હાર્ટ એટેકથી મોત થતાં ખુશીનો પ્રસંગ દુઃખમાં ફેરવાઈ ગયો છે.
આટકોટના ગાયત્રીનગરમાં રહેતા શારદાબેન રામાણી નામના મહિલાને હાર્ટ એટેક આવતા તેઓનું મોત થયું છે મૃતક શારદાબેન રામાણીના દીકરાના સવારે લગ્ન થયા. લગ્ન પ્રસંગને લઈને પરિવારમાં ખુશીનો માહોલ હતો. જો કે સવારે દીકરાના લગ્ન બાદ સાંજના સમયે શારદાબેનને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી પરિવારજનોએ તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા. જો કે તેઓએ ત્યાં અંતિમ શ્વાસ લીધા હતા.
લગ્નના દિવસે જ માતાનું મોત થતાં સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આનંદનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે.

ડોક્ટરનું માનવુ છે કે, યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. હાર્ટ એટેકના કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે તો ઘણા હોસ્પિટલમાં લઇ ગયા બાદ મૃત્યુ પામે છે.
સ્ટ્રેસ લેવોઃ વધુ પડતો સ્ટ્રેસ લેવુએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. હાલના સમયમાં લોકોમાં સ્ટ્રેસ (તણાવ) વધ્યો છે. આર્થિક, પારિવારિક કારણો, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, સમયનો અભાવ કે અન્ય કારણોસર તણાવ વધ્યો છે. જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.
પૂરતી ઊંઘ ન લેવીઃ પૂરતી ઊંઘ ન મળવાથી કે લેવાના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. આજકાલ વધુ પડતા સ્ટ્રેસ કે અન્ય કારણોસર પૂરતી ઊંઘ નથી આવતી. જેના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે.
ખરાબ ડાયેટઃ આજકાલ લોકો હેલ્ધી ડાયટ નથી લેતા. ફાસ્ટ ફૂડનું સેવન ઝડપથી વધ્યું છે. બજારમાં તળેલી વસ્તુઓ વધુ ખાવાથી હાર્ટ એટેકના કેસ પણ વધી ગયા છે.
જેનેટિક કારણોઃ પરિવારમાં જો કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તેમણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ જીનેટિક્સ છે. તેથી, જો તમારા પરિવારમાં કોઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તમારી જાતનું વિશેષ ધ્યાન રાખો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
