Team Chabuk-Gujarat Desk: રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રહેતા દંપતીએ રૂપિયા કમાવવાની લાલચમાં તમામ હદો વટાવી દીધી. રૂપિયા કમાવવાની લાલચે આ દંપતીએ પોતાના જ પુત્ર અને પુત્રવધૂના અંગત પળના વીડિયો બનાવ્યા અને તેને વેબસાઈટ પર પણ મુકી દીધા.
સમગ્ર મામલે પરિણીતાએ સાયબર ક્રાઇમમાં સાસુ-સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં આરોપીઓ દોરા ધાગા કરાવીને પણ પુત્રવધૂને હેરાન કરતા હોવાનો આક્ષેપ છે.
મહિલાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, વહેલી પ્રસૂતિ માટે સસરાએ દોરાધાગા પહેરાવ્યા હતા. સાસુ-સસરા દ્વારા વહેલી ડિલિવરી કરવા માટે પુત્રવધૂ પર દબાણ કરતા. બંને ડરાવતા હતા કે, વહેલી ડિલિવરી નહીં કરે તો પતિનું મૃત્યુ થશે. હાલ સાયબર ક્રાઈમે સાસુ-સસરા અને પતિની ધરપકડ કરી છે.

21 વર્ષીય મહિલાએ તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, લગ્નના બે વર્ષમાં જ સાસુ-સસરા અને પતિએ તેનું જીવન બરબાદ કરી નાખ્યું. સાસુ-સાસરાએ જ પુત્ર અને પુત્રવધૂના અંગત પળોના વીડિયો ઉતાર્યા. એટલું નહીં આ વીડિયોને વેબસાઇટ પર પણ મૂક્યા હતા. મહિલાનો દાવો છે કે, વેબ કેમેરાથી 10 વખત તેમની અંગત પળોની ક્ષણોનું લાલચુ સાસુ-સસરાએ લાઈવ ટેલિકાસ્ટ પણ કર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત