Homeગુર્જર નગરીધોરણ 9 થી 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પદ્ધતિમાં આ મોટો ફેરફાર કરાયો

ધોરણ 9 થી 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પદ્ધતિમાં આ મોટો ફેરફાર કરાયો

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ધોરણ 9 થી 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પદ્ધતિમાં રાજ્ય સરકાર દ્વારા ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ નવી પરીક્ષા પદ્ધતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ ફેરફારથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા આપવામાં ફાયદો થશે. ધોરણ 9થી 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં હવેથી 30 ટકા હેતુલક્ષી MCQ પૂછાશે અને 70 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું કે, ધોરણ 9, 10, 11 અને 12 સામાન્ય પ્રવાહમાં હવેથી હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પૂછાશે. જ્યારે 70 ટકા વર્ણનાત્મક પ્રશ્ન પુછાશે, જેને પરિણામે રાજ્યના 29 લાખ વિદ્યાર્થીને અભ્યાસમાં ફાયદો થશે, સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ફાયદો થશે એવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. જો કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં હાલની પરીક્ષા પદ્ધતિ યથાવત રાખવામાં આવી છે. એટલે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22માં ધો.12માં 15/7/2021ના રોજથી અને ધો. 9થી 11માં તા.26/7/2021થી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. છ માસિક પરીક્ષા નિયત સમયે ઓફલાઇન રીતે લેવામાં આવી છે. રાજ્યના વિદ્યાર્થીઓનું ભાવી હિત, JEE અને NEETની પરીક્ષાઓમાં તેઓ સારો દેખાવ કરી શકે, દેશના અન્ય વિદ્યાર્થીઓ સાથે તંદુરસ્ત સ્પર્ધા કરી શકે, તેઓની ઉજ્જવળ કારકિર્દી ઘડવા માટે સાનુકુળ વાતાવરણ બની રહે, સાથોસાથ અભ્યાસ બાબતે વિદ્યાર્થીઓનો તણાવ અને વાલીઓની ચિંતા ઘટે તે ધ્યાને લઈ મહત્વનો નિર્ણય સમયસર કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના ઝડપથી અને સમયસર કરેલા આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન અને રાહત મળશે અન વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રશ્નોના જવાબ આપવા વધારે વિકલ્પોની તક મળશે. આમ રાજ્યના ધોરણ 9, 10, 11 અને 12માં અભ્યાસ કરતાં કુલ 29,75,285 જેટલા વિદ્યાર્થીઓને આ નિર્ણયથી લાભ થશે તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments