Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ શાહુડીના માંસનો વેપાર કરતી મહિલા સહિત ત્રણ ઝડપાયા, રાંધેલું માંસ આરોગે...

સુરેન્દ્રનગરઃ શાહુડીના માંસનો વેપાર કરતી મહિલા સહિત ત્રણ ઝડપાયા, રાંધેલું માંસ આરોગે તે પહેલાં ધરપકડ

Team Chabuk-Gujarat Desk: ચોટીલામાં શિકાર કરેલી શાહુડીના માંસનો વેપાર કરતી મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા છે. વન વિભાગની ટીમે બાતમીના આધારે ડુંગર પાછળ મફતિયાપરામાં દરોડા પાડ્યા હતા અને આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. બીજી તરફ અન્ય વેપારીએ બાતમી આપી દીધાની આશંકા રાખી આરોપીઓએ બોલાચાલી કરી હતી.

મળતી માહિતી મુજબ ચોટીલામાં ડુંગર પાછળ આવેલા મફતિયાપરા વિસ્તારમાં આરોપીઓ શાહુડીનાં માસનું વેચાણ કરતા હતા. ઘટનાસ્થળેથી વન વિભાગની ટીમને રાંધેલા માસનો જથ્થો અને શાહુડીનું ચામડું મળી આવ્યું હતો.

આર.એફ.ઓ. એન. ડી. રોજાસરા, વનપાલ બી.બી. ખાચર પંચોને સાથે રાખી હકિકતવાળી મહિલા હંસાબેન મુકેશભાઈ વાઘેલાના ઘરે દરોડા પાડ્યા હતા. પૂછપરછ કરતા રાંધેલ હતું તેમાંથી મફતીયાપરામાં રહેતા વિનોદભાઈ જગમાલભાઈ ભાટી (મારવાડી)ને વેચાતુ આપેલ હોવાનું જણાવતા વિનોદભાઈ મારવાડીને ત્યાં તપાસ કરતા તેના કબજામાંથી શાહુડીનું રાંધેલુ માસ અને સાથે કાળુભાઈ જગમાલભાઈ ભાટી (મારવાડી) નામનો શખ્સ આ માસ ખાવા માટે આવેલ જે ખાઈ તે પહેલા જ પકડી પાડી ત્રણેય આરોપીઓ સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમ 1972ની કલમો મુજબ ગુન્હો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી હતી.આરોપીને ચોટીલા કોર્ટ સમક્ષ રજૂ કરતા તમામ આરોપીને જેલ હવાલે કરાયા છે.

porcupine

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments