હાલ ગુજરાતમાં નવરાત્રિ ચાલી રહી છે ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. હવે નવરાત્રિમાં રાત્રે ગમે તેટલા વાગ્યા સુધી ગરબે રમી શકાશે. 12 વાગ્યા બાદ પણ પોલીસ ગરબા બંધ કરાવવા નહીં આવે. આ અંગે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
આ અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. નવરાત્રિમાં પોલીસ હવે રાસ ગરબાની બંધ નહીં કરાવે. હવે પોલીસ રાતે ગરબા બંધ નહી કરાવે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તમામ જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ સૂચના આપી છે. હવે રાતે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા માટે પોલીસ નહી જાય.

મહત્વનું છે કે, નવરાત્રિ પહેલા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને 12ના ટકોરે રાસ-ગરબા બંધ કરી દેવા સૂચના આપી હતી. પરંતુ હવે રાજ્ય સરકારે 12 વાગ્યા બાદ પણ રાસ-ગરબાની મંજૂરી આપતા નવરાત્રિ આયોજકો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત