Team Chabuk-Gujarat Desk: વડોદરા નજીક દરજીપુરા એરફોર્સ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માત કન્ટેનર અને છકડા વચ્ચે થયો હતો. ગંભીર અકસ્માતમાં કુલ 9 લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.
સુરતથી અમદાવાદ તરફ જતી કન્ટેનરે ફોર્ડ ફિગો ગાડીને ટક્કર મારી રોંગ સાઈડ કન્ટેનર ઘૂસતા સામેથી આવતી રીક્ષાને ટક્કર મારી એરફોર્સની દીવાલ તોડી અંદર ઘુસ્યું હતું. દેવઘડ બારીયાના વાંદર ગામનો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો. ડાયાલિસીસી માટે વાઘોડિયાની પારુલ હોસ્પિટલ જઈ રહ્યા હતા. ઘટના સ્થળે 3ના મોત નીપજ્યા હતા. જ્યારે સયાજી હોસ્પિટલમાં અન્ય લોકોના મોત થયા છે.
સુરતથી અમદાવાદ જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેથી સામે રોંગ સાઇડથી આવી રહેલા 14 મુસાફર સવાર છકડાને અડફેટે લીધો હતો, જેમાં એમાં સવાર બે બાળકો અને 1 મહિલા કુલ 9 લોકોનાં મોત થયાં છે. 4 ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ફાયરબ્રિગેડ સહિત સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. કન્ટેનર એરફોર્સની દીવાલ તોડીને અંદર ઘૂસી ગયું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
