Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં દિવાળીના તહેવાર પહેલા વાહનો ચાલકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ટ્રાફિક નિયમો તોડનારને દિવાળીના તહેવારોમાં પોલીસ દ્વારા કોઈ પણ દંડ નહીં થાય. ટ્રાફિક સિગ્નલ તોડનારને ટ્રાફિક પોલીસ દ્વારા સમજાવવામાં આવશે. આ નિર્ણય 27 ઓક્ટોબર સુધી લાગુ રહેશે એટલે કે આગામી 6 દિવસ હવે પોલીસ લોકો પાસેથી ટ્રાફિક નિયમોને લગતો કોઈ પણ દંડ વસૂલશે નહીં. તહેવારની સિઝનમાં સરકાર તરફથી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતાં નાગરિકોને અપીલ પણ કરી છે કે વાહન ચાલકો પણ નિયમોનું પાલન કરે.
બીજી તરફ આજે અમદાવાદ શહેરમાં ફરી ટ્રાફિકની સમસ્યાને લઈ ટ્રાફિક પોલીસ એકશન મોડમાં આવી છે. તહેવારના માહોલને લઈ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના સર્જાતા ટ્રાફિક પોલીસ ફરી એક્શન મૂડમાં આવી છે. જે બાબતે ડીસીપી નિતા દેસાઈનું મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવામાં હાથ ધરવાની કાર્યવાહી બાબતે વિગતો જણાવી હતી.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક બાબતે DCPએ જણાવ્યું હતું કે, દિલ્હી દરવાજા વિસ્તારનું ટ્રાફિક અમે ટીમ મોકલી ક્લિયર કરાવીશું તેમણે જણાવ્યુ હતું કે, ચાર વર્ષથી રોડ બંધ હતો એટલે લોકોને એક આદાત પડી ગઈ છે. તેમણે કહ્યું હતું કે, ફટાકડાના વિક્રેતાઓને અમે જઈને મળીશું અને ટ્રાફિક ન સર્જાય તે બાબતે તેમને અમે માહિતગાર કરી સમજાવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જરૂર પડશે તો ક્રેન મોકલીને વાહનો ટો પણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, દિવાળીના તહેવારને લઈ અમદાવાદ શહેરમાં વેપારીઓ સાથે વાતચીત કરવામાં આવી. ગ્રાહકોના વાહન પાર્ક કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ પાર્કિગ સ્થળે સીસીટીવી વ્યવસ્થા કરવામાં આવે તવી સૂચના છે પરંતું તે બાબતે સ્ટેશન ઈન્ચાર્જ દ્વારા તપાસ પણ કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
