Homeગુર્જર નગરીહવામાન વિભાગે રાજ્યમાં આ તારીખ સુધી કરી સામાન્ય વરસાદની આગાહી, જાણો

હવામાન વિભાગે રાજ્યમાં આ તારીખ સુધી કરી સામાન્ય વરસાદની આગાહી, જાણો

Team Chabuk-Gujarat Desk: છેલ્લા થોડા દિવસથી જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. રવિવારે પણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ તરફ મધ્ય ગુજરાતના ભરૂચમાં પણ બપોરે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. રાજ્યમાં હજુ પણ 15 ઓક્ટોબર સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. મગફળી, સોયાબીન, કપાસ અને કઠોળના પાકને નુકસાન થવાની ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

રાજ્યમાં આસો મહિનામાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વાસીયાળી, મેવાસા સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. વરસાદ પડતા ખેતરો જવાના ગાડા માર્ગ અને ગામના રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

દેશના મોટા ભાગના રાજ્યોમાં ચોમાસાની વાપસી થઈ ચુકી છે. પણ જતાં જતાં ચોમાસું લોકોને મુશ્કેલીઓનું પોટલું આપતું જશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત કેટલાય રાજ્યોમાં મૂશળધાર વરસાદ થયો છે. આ જ ક્રમમાં ઉત્તર પ્રદેશમાં કેટલાય જિલ્લામાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. તો વળી આજે યૂપીના કેટલાય જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments