Homeગુર્જર નગરીPM મોદીના કૉંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- 'મને ગાળો આપવા રામાયણમાંથી રાવણને...

PM મોદીના કૉંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- ‘મને ગાળો આપવા રામાયણમાંથી રાવણને લઈ આવ્યા’

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું વોટિંગ થઈ રહ્યું છે. આ તમામની વચ્ચે વડાપ્રધાન મોદીએ રાજ્યના બીજા તબક્કા માટે ચૂંટણી રેલી કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી રાજ્યમાં બીજા તબક્કા માટે ચૂંટણી રેલી કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં બીજા તબક્કા માટે ચૂંટણી રેલી કરી રહ્યા છે. તેમણે પંચમહાલના કાલોલ એક જાહેર સભાને સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા કોઈએ વિચાર્યું નહોતું કે ભારત મોબાઈલ ફોનમાં આટલી ક્રાંતિ લાવશે. 2014માં જ્યારે તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે મોબાઈલ ફોન બનાવવાની બે ફેક્ટરીઓ હતી, આજે 200થી વધુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલોલમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. દરમિયાન તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના રાવણવાળા નિવેદન પર જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના રાવણ વાળા નિવેદન પર વિપક્ષને ટાર્ગેટ કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને તો રામસેતુથી પણ નફરત છે. કોંગ્રેસમાં પીએમ પદને નીચા દેખાડવા માટે કંપીટિશન ચાલી રહી છે કે કોણ સૌથી વધારે ગાળો આપી શકે છે. મને ગાળો આપવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવ્યા. એક રામભક્તને રાવણ કહેવું ખોટી વાત છે. તેમણે કહ્યું કે, લોકો જેટલો કાદવ ઉછાળશે, એટલું જ કમળ ખિલશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments