Homeગુર્જર નગરીવલસાડમાં દારૂની મહેફિલ માણતા ભાજપના નેતા સહિત 15 શખ્સો ઝડપાયા

વલસાડમાં દારૂની મહેફિલ માણતા ભાજપના નેતા સહિત 15 શખ્સો ઝડપાયા

Team Chabuk-Gujarat Desk: વલસાડ શહેરમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ માણતા 15 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલી આદર્શ સોસાયટીમાં ચાલતી દારૂની મહેફિલ પર વલસાડ પોલીસે રેડ પાડી હતી. રેડમાં પીઆઈ સહિત મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં સોસાયટીના મકાન નંબર 8ની અગાશી પર ચાલતી દારૂની મેહફીલ માણતા 15 શોખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આ મહેફિલમાં વલસાડ નગરપાલિકાના માજી પાલિકા સભ્યના પતિ તેમજ ભાજપના હોદ્દેદારો અને નબીરાઓને જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી છે. 

આ મહેફિલમાં માજી પાલિકા સભ્યના પતિ અને ભાજપના હોદ્દેદાર તેમજ ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ સહિત મોટા ઘરના નબીરાઓ ઝડપાયા હતા. વલસાડ પોલીસે રોકડ રકમ, દારૂની બોટલ, 20 થી વધુ મોબાઈલ ફોન સહિત 7 વાહનો મળી કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોંઘીદાટ કાર, મોંઘા મોબાઈલ અને હાઇફાઈ દારૂ મળ્યો પણ મળી આવ્યો હતો. ઝડપાયેલ આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી અડધી રાત્રે પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં અનેક જાણીતા ચહેરા ઉપર પહોંચ્યા હતા. જોકે પોલીસે કોઈપણ જાતની શેહ શરમ રાખ્યા વિના તમામ વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહેફિલમાં ઝડપાયેલા શખ્સોના નામ

  • દર્શન પટેલ
  • તપન પટેલ
  • દિનેશ આહીર
  • મેહુલ લાડ
  • દર્શન ઠાકોર
  • જીજ્ઞેશ ભાનુશાલી
  • મિહિર પાંચાલ
  • આશિષ કેવટ 
  • રાકેશ ઠાકરે
  • કૃણાલ મોરે
  • સૌરભ દેસાઈ
  • ભાર્ગવ દેસાઈ
  • નિકુલ મિસ્ત્રી
  • પ્રિયાશુ દેસાઈ
  • પ્રેગ્નેશ પટેલ

વલસાડના તિથલ રોડ ઉપર આવેલી આદર્શ સોસાયટીમાં પરિવાર ઘરના ધાબા પર જન્મદિવસની પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી કંટ્રોલ રૂમની ટીમને મળી હતી. કંટ્રોલ રૂમની ટીમે તાત્કાલિક વલસાડ સીટી PI અને પોલીસ જવાનોને બાતમી આપી હતી. સીટી પોલીસના PI અને તેમની ટીમે કંટ્રોલ રૂમ તરફથી મળેલી બાતમી વાળી જગ્યાએ જઈને ચેક કરતા ટેરેસ ઉપર દર્શન પટેલ સહિત 15 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments