Homeગુર્જર નગરીપોરબંદર પાલિકાએ વેરો ઉઘરાવવા ઢોલ વગાડ્યા તો વેપારીઓ લગાવ્યા ઠુમકા, વાત જાણી...

પોરબંદર પાલિકાએ વેરો ઉઘરાવવા ઢોલ વગાડ્યા તો વેપારીઓ લગાવ્યા ઠુમકા, વાત જાણી તમે પણ હસવું નહિ રોકી શકો

Team Chabuk-Gujarat Desk: નાગરિકો પાસેથી વેરો ઉઘરાવવા માટે નગરપાલિકા મહાનગરપાલિકાઓ અવનવી યોજના જાહેર કરે છે. પ્રોત્સાહન સ્કીમ બહાર પાડે છે. છતાં વેરો ન ભરતા પાલિકા દ્વારા વેરો ઉઘરાવવા માટે અવનવી તરકીબ કરવામાં આવે છે. આવી જ એક તરકીબ ગઈકાલે પોરબંદર નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. પાલિકા બાકી નીકળતો વેરો વસૂલવા માટે શહેરના રઝા કોમ્પ્લેક્સમાં ઢોલ સાથે પહોંચી હતી. વેરાની માગણી સાથે ઢોલ વગાડવાનું શરૂ કરતાં વેપારીઓએ ઢોલના તાલે નાચવાનું શરૂ કરી વેરામાં વ્યાજ માફીની માંગણી સાથે વેરો ભરવાની સ્પષ્ટ ના પાડી હતી.

પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરમાં વેરો વસુલવાનું અભિયાન તેજ બનાવ્યું છે. જેમાં ગઈકાલે પાલિકાના સ્ટાફ દ્વારા ઢોલનગારા સાથે 7 મિલ્કતોનો વેરો ઉઘરાવવા ગઈ હતી. જ્યાં હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ હતી. વાત જાણે એમ છે કે, શહેરના એમ.જી. રોડ પર બાકી 7 મિલકતોના વેરામાંથી 3 બાકી વેરદારોએ વેરો ભર્યો હતો.પરંતુ 3 વેપારીઓએ તેમનો બાકી વેરો ભરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

આથી પાલિકા ટીમ દ્વારા ઢોલ વગાડવાનું શરૂ કર્યું હતું. ઢોલ વગાડવાનું શરૂ કરાતા વેપારીઓ એ ઢોલના તાલે ઠુમકા લગાવી નાચવાનું શરૂ કર્યું હતું. વેપારીઓ નાચવા લાગતા પાલિકા ટીમ અને આસપાસના વેપારીઓ રાહદારીઓમાં પણ હાસ્યનું મોજું ફરી વર્યું હતું.

આ બનાવ અંગે વેપારીઓ જણાવે છે કે, કોરોના મહામારીના કારણે વેપાર ધંધાને અસર થઈ છે. તેવામાં ઉપરથી પોરબંદર પાલિકા દ્વારા વેરામાં 18 ટકા જેવું તોતિંગ વ્યાજ ઉઘરાવવામાં આવે છે. આ વ્યાજ માફ કરવા માટે અમે રજૂઆતો પણ કરી છે. જો વ્યાજ માફ થશે તો જ વેરો ભરવામાં આવશે. વેપારીઓના આવા વલણને કારણે પાલિકાની વેરો ઉઘરાવવા આવેલી ટીમે ખાલી હાથે પાછું જવું પડ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments