Team Chabuk-Gujarat Desk: ગુજરાતભરમાં ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે અને પાક સારો એવો લહેરાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે ચિંતા વધારતી આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સોરાષ્ટ્ર પંથકના અમરેલી, રાજકોટ અને દ્વારકા જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે. પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે. અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે.
સાથે જ કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે. જોકે, ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. હાલ સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું. પરંતું આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે, નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. 16-18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા