Team Chabuk-Gujarat Desk: તારીખ 4 જાન્યુઆરી ને રવિવારના રોજ રાજકોટ ખાતે આવેલ રેડ એપલ પાર્ટી લોન્સ ખાતે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ.અશોક વાણવીની બદલી જૂનાગઢ ખાતે થતા તેઓએ કરેલ ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવવા તેમજ નિવૃત થયેલ ગુરુજનોનો વિદાય અને વિદ્યાસહાયક તરીકે નવી નિમણૂક પામેલ ગુરુજનોને સન્માનિત કરવાનો સંયુક્ત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત મીણબતી દીપપ્રજ્વલન અને બુદ્ધવંદનાં સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે સેવા આપનાર ડો. અશોક વાણવીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ડો. અશોક વાણવી પોતાના રાજકોટ ખાતેના પાંચ વર્ષના સેવાકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠા, સમર્પણ અને જવાબદારીપૂર્વક કામગીરી કરી હતી. તેમનું યોગદાન રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ પરિવાર માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયક રહ્યું છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ તેમજ ઉત્કર્ષ મંડળ રાજકોટના વરિષ્ઠ પદાધિકારીઓએ તેમના કાર્યની પ્રશંસા કરી હતી અને સંસ્મરણો વાગોળ્યા હતા. સહકર્મચારીઓએ તેમના સાથેના સંસ્મરણો અને અનુભવો વ્યક્ત કર્યા હતા. ડો. વાણવીએ ભાવસભર સંબોધનમાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજકોટ જિલ્લા ઉત્કર્ષ મંડળ દ્વારા તેઓને શાલ, સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ જ કાર્યક્રમમાં નવા નિમણૂક પામેલા વિદ્યાસહાયકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વિદ્યાસહાયકોને શિક્ષણ ક્ષેત્રની ફરજ અને જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિક્ષણ પ્રત્યે સમર્પિત ભાવથી કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. નવી નિમણૂકથી જિલ્લા પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તમામે શિક્ષકોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વય નિવૃત પામેલા શિક્ષકોને સાલ ઓઢાડી તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જૂની પેન્શન યોજનામાં સમાવેશ માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલને મોમેન્ટો અને સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષણ શાખા જિલ્લા પંચાયત રાજકોટના હિસાબી અધિકારી અને ઈનચાર્જ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી હેતલબેન ચેતા, તેમજ તમામ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લાના શિક્ષકો, અધિકારીઓ તથા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ સંયુક્ત કાર્યક્રમ સૌ માટે સ્મરણીય બની રહ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત