Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં અભ્યાસને લઈને એક 18 વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા શાંતિનગર ગેઇટ પાસે રહેતી 18 વર્ષની વિદ્યાર્થિનીએ આજે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ધો-12માં રિપિટરમાં પાસ થયા બાદ કોલેજમાં એડમિશન મેળવવા માટે છેલ્લા ચારેક દિવસથી દોડાદોડી કરતી હોય પરંતુ કયાંય એડમિશનનો મેળ પડતો ન હતો જેથી આજે સવારે તેના પિતાએ તેને એડમિશન લેવા જવા માટે તૈયાર થઈ જવાનું કહેતાં રૂમમાં ગયેલી યુવતીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતું.
મળતી વિગતો પ્રમાણે શાંતિનગર ગેઇટ પાસે આવેલા શ્યામરાજ એપાર્ટમેન્ટમાં રહેતી પ્રાર્થના વિપુલભાઇ પારેખ (ઉ.વ.18) નામની વિદ્યાર્થિનીએ આજે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવાર કરતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને મૃતક પ્રાર્થનાના પરિવારજનોનું નિવેદન લેતા જાણવા મળ્યું હતુ કે, તેના પિતા વિપુલભાઇ પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

આત્મહત્યા કરનાર પ્રાર્થના એક ભાઇ અને બે બહેનમાં મોટી હતી. તે ધો-12માં ગત પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થઈ હોવાથી તાજેતરમાં રિપિટરની પરીક્ષામાં ફરીથી તેની પરીક્ષા આપી પાસ થઈ હતી. જે બાદ તેને કોલેજમાં એડમિશન લેવું હોય જેથી પિતા સાથે ચારેક દિવસથી જુદી-જુદી કોલેજોમાં દોડધામ કરતી હતી પરંતુ કયાંય તેનો એડમિશન માટેનો મેળ પડતો ન હતો જેથી તે સતત ચિંતિત બની ગઈ હતી. દરમિયાન આજે સવારે તેના પિતા વિપુલભાઇએ ઉઠતાની સાથે જ પ્રાર્થનાને તૈયાર થઈ જવાનું અને મહિલા કોલેજ અથવા કુંડલિયા કોલેજમાં તેનું એડમિશન કરાવી લેવાનું નક્કી કર્યું હોવાનું કહેતાં પ્રાર્થના તૈયાર થવા માટે પોતાના રૂમમાં ગઈ હતી. મોડે સુધી પ્રાર્થના પરત બહાર ન આવતા પરિવારજનોને કંઇક અજૂગતુ થયું હોવાનું જણાતા તેઓ તુરંત જ રૂમ ખોલી અંદર જોવા જતાં પ્રાર્થનાએ પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જોવા મળ્યું હતુ. આ ઘટનામાં વણિક પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. યુનિવર્સિટી પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
