Homeગુર્જર નગરીરાજકોટ PGVCL દ્વારા 1BHK ફ્લેટધારકને રૂપિયા 1,84,161નું વીજ બિલ ફટકારી ઝાટકો આપ્યો

રાજકોટ PGVCL દ્વારા 1BHK ફ્લેટધારકને રૂપિયા 1,84,161નું વીજ બિલ ફટકારી ઝાટકો આપ્યો

Team Chabuk-Gujarat Desk: રાજકોટ PGVCL દ્વારા બીજી વખત એક મધ્યમવર્ગીય વ્યક્તિને એક લાખનું બિલ ફટકારી બેદરકારીનો ઉત્તમ નમૂનો રજૂ કર્યો છે. આ વ્યક્તિ આવાસ યોજનાના 1 BHK ફ્લેટમાં રહે છે અને કહે છે કે હું મારો એક વર્ષનો પગાર આપી દઉં તો પણ આ બિલ ભરી ન શકું. જોકે રાજકોટ PGVCLનો આ છબરડો કંઈ પહેલી વખત નથી. આ પહેલા એક વ્યક્તિને દસ લાખ રૂપિયાનું વીજ બિલ ફટકારી દીધું હતું. આ ઘટના સમગ્ર રાજકોટમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. બાદમાં વીજળી વિભાગે પોતાની ભૂલ સ્વીકારી હતી અને નવું બિલ આપ્યું હતું. આમ છતાં આજે બીજી વખત એક વ્યક્તિને 1,84,161 બિલ ફટકારી દઈ વિસ્મયનો ઝાટકો આપ્યો છે.

DHOSA

1,84,161 રૂપિયાનું બિલ આવતા ફ્લેટધારક નવનીતભાઈ રાજપરાની આંખો ફાટી ગઈ હતી. એમણે જણાવ્યું હતું કે હું મારો એક વર્ષનો આખો પગાર આપી દઉં તોપણ આટલું બિલ ન ભરી શકું. મીડિયા સાથે વાત કરતાં નવનીતભાઈ રાજપરાએ જણાવ્યું હતું કે, તેઓ સામાન્ય માણસ છે અને આવાસ યોજનાના સરકારી ક્વાર્ટરમાં રહે છે. PGVCLએ તેમને રૂપિયા 1.84 લાખનું બિલ આપ્યું છે. એમનું બિલ સામાન્ય રીતે રૂપિયા 1000-1500 આસપાસ આવતું હોય છે. જેના બદલે હાલ આટલું મોટું બિલ શા માટે અપાયું તે પણ મોટો સવાલ છે.

પોતાની પરિસ્થિતિ વિશે જણાવતા નવનીતભાઈએ કહ્યું હતું કે આ બિલની રકમ ભરી શકવાની મારી કોઈ પરિસ્થિતિ જ નથી. સાથે એટલો વપરાશ પણ 1BHKનાં ક્વાર્ટરમાં થવો શક્ય જ નથી. આ PGVCL તંત્રની બેદરકારી છે. જે સ્વીકાર કરવાને બદલે મીટર ચેકિંગ કરવાનું જણાવાયું છે.

DHOSA

નવનીતભાઈ અત્યાર સુધી નિયમિત બિલ ભરતા હતા. આટલું મસમોટું બિલ મળતા તેઓએ અધિકારીઓને જણાવ્યું હતું, તો અધિકારીઓ મીટર બદલવાની વાત કરી રહ્યા છે. મીટરને ચેકિંગમાં મોકલવામાં આવશે અને ચેકિંગમાં બિલ સાચું હોવાનું સામે આવે છે તો આ બિલ ભરવાનું રહેશે, એવું નવનીતભાઈએ જણાવ્યું હતું. મહિને 15,000 રૂપિયાની નવનીતભાઈ નોકરી કરે છે અને કહી રહ્યા છે કે, હું માંડ માંડ મારું ગુજરાન ચલાવું છે. એમાં આખા વર્ષનો પગાર લઈ લો તોપણ આટલી રકમ હું ન ભરી શકું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments