Homeગુર્જર નગરીરાજકોટ: શ્રમિક ઝોનમાં ફરતી આ વાનનું બહુમૂલ્ય યોગદાન, 3.50 લાખ મજૂરોને મળ્યો...

રાજકોટ: શ્રમિક ઝોનમાં ફરતી આ વાનનું બહુમૂલ્ય યોગદાન, 3.50 લાખ મજૂરોને મળ્યો છે લાભ

Team Chabuk-Gujarat Desk: ઔદ્યોગિક ઝોન તેમજ કન્સ્ટ્રક્શન સાઈટ વિસ્તારમાં શ્રમિકો મજૂરોને થતી આકસ્મિક ઇજા સમયે તુરંત જ સારવાર, રોજિંદી બીમારીની દવા અને લેબોરેટરી રિપોર્ટ તેમજ ગ્રામીણ ક્ષેત્રના લોકોને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સંવેદનશીલ રાજ્ય સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ખાસ આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ બનાવી છે. ૧૦૮ ઇમરજન્સી સેવા જેમ જ મેડિકલ ટીમ સાથે આ વાન વિવિધ શ્રમિક ઝોનમાં ઉપસ્થિત હોઈ છે.

આ અંગે વિગત આપતા પ્રોજેક્ટ કોર્ડીનેટર જયેન્દ્ર સોલંકી જણાવે છે કે, જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. દ્વારા સંચાલિત આરોગ્ય સંબંધી સેવા પુરી પાડતી ધન્વંતરિ આરોગ્ય રથ, મોબાઈલ હેલ્થ યુનિટ, મોબાઈલ મેડિકલ યુનિટ, શ્રમિક આરોગ્ય સંજીવનીની કુલ  ૧૨ વાન ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનો અત્યાર સુધીમાં ૩.૫૦ લાખથી વધુને લાભ મળ્યો છે.

વાન વિષે વધુ માહિતી આપતા જયેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ધન્વંતરિ આરોગ્ય રથ કન્સ્ટ્રક્શન સાઈટ પર શ્રમિકો માટે કાર્યરત હોઈ છે. શ્રમિકોને તાવ, શરદી, પેટમાં દુખાવો, ગેસ- એસિડિટી, ઝાડા, ઊલટી, નબળાઇ, માથાના દુ:ખાવો વિગેરે જેવા નાના મોટા રોગમાં દવા પુરી પાડી તેમનો કિંમતી સમય બચાવી શકાય છે. આકસ્મિક ઇજા સમયે શ્રમિકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર પુરી પાડી તેમનુ અમૂલ્ય જીવન બચાવે છે. 

શ્રમિક આરોગ્ય સંજીવની રથ નક્કી કરેલ દિવસ મુજબ જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ/બાંધકામ ઝોનમાં ઉપસ્થિત રહી કારખાનામાં મજૂરી કરતા શ્રમિકોની આરોગ્યની તપાસણી કરી આપે છે. જરૂરી દવા પણ આપવામાં આવે છે. મોબાઈલ હેલ્થ યુનિટ, મોબાઈલ મેડિકલ યુનિટ ખાસ કરીને ગ્રામીણ, આદિવાસી વિસ્તારો કે જ્યાં આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાના ઉપલબ્ધ હોતા નથી તેવા વિસ્તારોમાં આ યુનિટ ફરજ બજાવે છે. તમામ વાનમાં ડોક્ટરની ટીમ, લેબોરેટરી કે જેમાં પ્રાથમિક રિપોર્ટ થઈ શકે તે પ્રમાણે સુવિધા ઉપલબ્ધ રહેલી હોઈ છે. જે એક નાના દવાખાનાની ગરજ સારે છે તેમ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેરશ્રી જણાવે છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments