Homeગુર્જર નગરી30 હજારથી વધુ ઓપરેશન કરનાર રાજકોટના ડો. વેકરીયાની સુશ્રુત પાઈલ્સ હોસ્પિટલનો 39મા...

30 હજારથી વધુ ઓપરેશન કરનાર રાજકોટના ડો. વેકરીયાની સુશ્રુત પાઈલ્સ હોસ્પિટલનો 39મા વર્ષમાં મંગલ પ્રવેશ

Team Chabuk-Gujarat Desk: રાજકોટના માનવતાવાદી સુવિખ્યાત પ્રોક્ટોલોજીસ્ટ આયુષ ડૉક્ટર ફેડરેશનના પૂર્વપ્રમુખ ડો. એમ.વી. વેકરીયાની સુશ્રુત પાઇલ્સ હોસ્પિટલનો ૩૯માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. થોડાં સમય પહેલાં જ ગુજરાતમાં સૌપ્રથમ ‘આયુષ શિરોમણિ એર્વોડ’ ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મેળવનાર તથા એ ઉપરાંત ધન્વંતરી એવોર્ડ, લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, એમીનન્સ એવોર્ડ, સૌરાષ્ટ્રના બેસ્ટ પ્રોક્ટોલોજીસ્ટ એવોર્ડ જેવા અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડસ વિજેતા ડો. એમ.વી. વેકરીયા, હરસ-ભગંદર-ફીશરના 30,000 ઓપરેશનો સફળતાપૂર્વક કરીને તેમજ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વાર અત્યાધુનિક અમેરીકન અલ્ટ્રાસોનીક ફોક્સ ટેકનોલોજી દ્વારા સુશ્રુત પાઇલ્સ હોસ્પિટલ ખાતે સફળ સારવાર આપી રહ્યા છે. તેમના પુત્ર ડો. બાહુલ વેકરીયા કાર્ડીયાક સર્જન તરીકે સિનર્જી હોસ્પિટલમાં અને પુત્રવધુ ડો. વિશ્વા વેકરીયા રેડીયોલોજીસ્ટ તરીકે ગવર્મેન્ટ પીડીયુ કોલેજ, રાજકોટમાં સેવા આપી રહ્યા છે.

ડો.એમ.વી.વેકરીયાએ 38 વર્ષોથી માનવતાસભર, ઉત્તમ અને ઉત્કૃષ્ટ સારવાર દ્વારા ગુજરાતભરમાં નામના મેળવી છે. તેઓનું હંમેશા પહેલેથી એક જ ધ્યેય રહ્યું છે કે સૌથી શ્રેષ્ઠ, ઉત્તમ અને સરળ સારવાર આપવી. ડો. વેકરીયા, મળમાર્ગના જટીલ દર્દોથી પીડાતા દર્દીઓને રાહત પહોચાડવા માટે જાપાનીઝ, જર્મન તેમજ અમેરીકન એડવાન્સ્ડ ટેક્નોલોજીઓનો સમાવેશ કરી સાથેસાથે આપણી પ્રાચીન આયુર્વેદ ક્ષારસૂત્રનો અને પોતાના વિશાળ અનુભવનો સુભગ સમન્વય કરીને આ રોગોની સફળતાપૂર્વક સારવાર વડે દર્દીઓને નિરામય જીવનની ભેટ સતત પ્રદાન કરતા રહ્યા છે. આજ સુધીમાં તેઓએ 30,000 થી વધુ સર્જરીઓ કરી છે અને લાખો દર્દીઓને ઉત્તમ સારવાર આપી છે. તેઓ આર્થિક રીતે ગરીબ જરૂરીયાતમંદ દર્દીઓને અત્યાધુનિક એડવાન્સ્ડ અને કિંમતી ટેકનોલોજી દ્વારા રાહત દરે નિદાન સારવાર કાયમી ધોરણે આપી રહ્યા છે.

dr. MV Vekariya

સંતપુરુષોની કૃપાદષ્ટિ અને હજારો દર્દીઓના અંતરના આશિષોની ફલશ્રૃતિ સ્વરૂપે રાજકોટ મહાનગરના એસ્ટ્રોન ચોકમાં આવેલ ડો. એમ.વી. વેકરીયાની ‘સુશ્રુત’ પાઇલ્સ હોસ્પિટલ આ 27મી સપ્ટેમ્બરે 39માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચુકી છે. હરસ-મસા-ભગંદર જેવા અત્યંત પીડાકારક દર્દોની સારવારના ક્ષેત્રે અત્યંત સફળ એવા ચાર દાયકાઓ પૂરા કરી ચુકેલ ‘સુશ્રુત’ પાઇલ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન અક્ષરનિવાસી શાસ્ત્રી ધર્મજીવનદાસજીના હસ્તે સુભાશિષ સાથે આજથી 38 વર્ષ પહેલા થયો હતો. આજ સુધીમાં 321 જેટલા ફ્રી નિદાન અને સારવાર કેમ્પોમાં સેવા આપીને ડો.એમ.વી. વેકરીયાએ તેમના માનવીય પાસાનું તથા સેવાભાવનાનું પ્રેરણાદાયી દર્શન કરાવ્યું છે. તેના બદલામાં ઇશ્વરે પણ તેમના ઉપર પૂર્ણ રીતે કૃપા વરસાવી છે. ડો.વેકરીયાના પુત્ર ડો.બાહુલ વેકરીયા ગુજરાતની પ્રખ્યાત એવી રાજકોટ ખાતેની સિનર્જી હોસ્પિટલમાં કાર્ડિયાક સર્જન તરીકે સેવા આપી રહ્યાં છે. જ્યારે ડો. બાહુલ વેકરીયાના પત્ની ડો.વિશ્વા વેકરીયા રેડીયોલોજીસ્ટ તરીકે ગવર્મેન્ટ પીડીયુ કોલેજ, રાજકોટમાં સેવા આપે છે. દીકરી બંસી વેકરીયાએ માસ્ટર ઓફ આર્કીટેકચર કરેલ છે, તેણી ઓસ્ટ્રેલિયામાં સરકારી ખાતામાં સેવા આપે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments