Team Chabuk-Gujarat Desk: રિલાયન્સ Jioએ ચૂંટણી પહેલાં ગુજરાતને મોટી સરપ્રાઈઝ આપી છે. આજથી રાજ્યના તમામ જિલ્લાઓમાં Jioની 5G સેવા શરૂ કરી દેવાઈ છે. આમ, ગુજરાત જિયો TRUE મેળવનારું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. આજથી 25 નવેમ્બર એટલે કે ગુજરાતના તમામ 33 જિલ્લામાં 5Gની શરૂઆત થઈ ગઈ છે. આ ‘Jio વેલકમ ઑફર’ સાથે, યુઝર્સ 1Gbps+ સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા મળશે. Jio હેલ્થકેર, એગ્રીકલ્ચર, ઈન્ડસ્ટ્રી 4.0 અને IoT સેક્ટરમાં સાચી 5G-સંચાલિત સીરિઝથી શરુઆત કરશે.
રિલાયન્સ માટે ગુજરાત ખાસ સ્થાન ધરાવે છે. રિલાયન્સની જાહેરાત મુજબ, આ 5G સ્પીડ ગુજરાત અને તેના લોકોને સમર્પિત છે. હવે, રાજ્યના 33 જિલ્લા મથકોમાંથી 100% Jio True 5G કવરેજ ધરાવશે.
જિયો આ સાથે જ સ્પોર્ટસ અને શિક્ષણના સ્તરને વધુ સુધારવા માટે અને વધુ આગળ લાવવા માટે 5G ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે લોન્ચ કર્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ ‘એજ્યુકેશન ફોર ઓલ’ હેઠળ દરેક નાગરિક, દરેક ઘર માટે આ ટેક્નોલોજી ઉપલબ્ધ કરશે.
Gujarat becomes 1st Indian state to get #True-5G in 100% of district headquarters, made possible by @reliancejio.
— Parimal Nathwani (@mpparimal) November 25, 2022
Jio to launch series of True 5G powered initiatives across Education, Healthcare, Agri, Industry 4.0 & IOT sectors. #Reliance #Gujarat #5GinGujarat @RelianceDigital pic.twitter.com/zSpOX1EzH9
5G ઈન્ટરનેટ સેવાથી ઘણા ફાયદા થશે. 5Gથી લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં, પરંતુ મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. 5G ટેક્નોલોજી ઇન્ટરનેટની 3G અને 4G ટેકનોલોજી કરતાં પણ વધારે સ્માર્ટ હશે. 5Gનો હેતુ ફક્ત ઇન્ટરનેટને સ્માર્ટફોનથી કનેક્ટ કરવાનો જ નથી. પરંતુ તે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સાથે પણ કનેક્ટ થશે.IOT એટલે સ્માર્ટ ગેજેટ્સ જેવાં કે ફ્રીઝ, ટીવી, માઇક્રોવેવ ઓવન, વોશિંગ મશીન, એસી વગેરે. અત્યારે દુનિયાભરની સેલ્ફ ડ્રાઇવિંગ ગાડીઓમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે પણ 5G જ છે.
5G એટલે ઇન્ટરનેટની 5મી જનરેશન. તેની સ્પીડ 10GBPS સુધીની હશે. તેની મદદથી મોટામાં મોટા ડેટા સેકંડમાં ડાઉનલોડ અથવા અપલોડ કરી શકાય છે. તાજેતરમાં ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ કરનારી કંપની ઓપન સિગ્નલે 5G સ્પીડ અંગેનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સાઉદી અરેબિયામાં વિશ્વમાં સૌથી વધુ 5G ડાઉનલોડ સ્પીડ છે. અહીં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 377.2MBPS છે. અહીં 4G પર ડાઉનલોડ સ્પીડ 30.1MBPS છે.
તેને આ રીતે પણ સમજી શકાય કે, 377.2MBPS ડાઉનલોડ સ્પીડ સાથે 1 સેકન્ડમાં 377.2 MB ડેટા ડાઉનલોડ કરી શકાય છે. એટલે કે, 1Gબીની ફિલ્મ 3 સેકંડથી ઓછા સમયમાં ડાઉનલોડ થશે. જો કે, Jio ભારતમાં 5G નેટવર્ક પર 1Gbps સ્પીડ આપવાનું કહ્યું છે. જિયો આવી સ્પીડ આપે તો 1 સેકંડમાં 1GBની ફિલ્મ ડાઉનલોડ થઈ જશે.

5Gના ફાયદા
યુઝર્સ હાઇ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.
વીડિયો ગેમિંગના ક્ષેત્રમાં 5Gનું આગમન એક મોટું પરિવર્તન લાવશે.
યુટ્યૂબ પર વીડિયો બફરિંગ વિના ચાલશે.
વ્હોટ્સએપ કોલમાં અવાજ અટક્યા વગર અને સ્પષ્ટ રીતે સંભળાશે.
ફિલ્મ 20થી 25 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે.
કૃષિક્ષેત્રમાં ખેતરોની દેખરેખ હેઠળ ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે.
મેટ્રો અને ડ્રાઇવર વિનાનાં વાહનોને ઓપરેટ કરવું સરળ બનશે.
વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીઓમાં રોબોટ્સનો ઉપયોગ સરળ બનશે.
ગુજરાતમાં આ શુભ-આરંભ એક મહત્વપૂર્ણ ટ્રુ 5જી-સંચાલિત પહેલ ‘એજ્યુકેશન-ફૉર-ઑલ’ સાથે થશે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો શરૂઆતમાં ગુજરાતમાં 100 શાળાઓને ડિજિટાઇઝ કરવા માટે સાથે આવી રહ્યા છે. આ પહેલ શાળાઓને આ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરશે
- જિયોટ્રૂ5G કનેક્ટિવિટી
- એડવાન્સ કન્ટેન્ટ પ્લેટફોર્મ
- શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સમન્વય માટે પ્લેટફોર્મ
- સ્કૂલ મેનેજમેન્ટ પ્લેટફોર્મ
આ ટેક્નોલોજીની તાકાત થકી દેશભરના લાખો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા સશક્તિકરણની ડિજિટલ સફરમાં એક અનોખી સુવિધા મળશે.
રિલાન્યસ જિયો ઇન્ફોકોમ લિમિટેડના અધ્યક્ષ આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે, “અમને આપને જાણ કરતાં કરતાં ગર્વ થાય છે કે ગુજરાત હવે પ્રથમ રાજ્ય છે જેના 100% જિલ્લા મથકો અમારા મજબૂત TRUE 5G નેટવર્ક સાથે જોડાયેલા છે. અમે આ ટેક્નોલોજીની વાસ્તવિક શક્તિ અને તે કેવી રીતે એક અબજ લોકોના જીવનને અસર કરી શકે તે દર્શાવવા માંગીએ છીએ.
આપણા વડાપ્રધાનના ફોકસ એરિયામાં શિક્ષણ મહત્વનું સ્થાન ધરાવે છે. આગામી 10-15 વર્ષોમાં 300-400 મિલિયન કુશળ ભારતીયો વર્કફોર્સમાં જોડાય તેવી શક્તિની કલ્પના કરો. તે દરેક ભારતીયને તેમનું જીવનધોરણ શ્રેષ્ઠ બનાવવાની સાથે સાથે વર્ષ 2047 સુધીમાં એક વિકસિત અર્થતંત્ર બનવાના આપણા વડાપ્રધાનના વિઝનને પણ સાકાર કરવામાં મદદ કરશે.
રિલાયન્સ ફાઉન્ડેશન પહેલેથી જ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઑલ (ESA) નામનો પ્રોગ્રામ ચલાવે છે, જ્યાં તે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રમતગમતમાં તકો ઊભી કરવાની સાથે પાયાના સ્તરે યુવાનોને સક્ષમ અને સશક્ત બનાવે છે. જિયો અને રિલાયન્સ ફાઉન્ડેશન ‘એજ્યુકેશન ફોર ઑલ’ અભિયાનને એક નવા સ્તરે લઈ જશે અને શક્તિશાળી 5G-ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્લેટફોર્મ્સ સાથે શાળાઓનું ડિજિટાઈઝેશન કરશે અને તેમને ભારત અને વિશ્વમાં શ્રેષ્ઠત્તમની સમકક્ષ લાવશે.
5G થોડા લોકો માટે વિશેષાધિકાર અથવા આપણાં મોટા શહેરોમાં ઉપલબ્ધ એક વિશિષ્ટ સેવા બનીને ન રહી જાય. તે સમગ્ર ભારતના દરેક નાગરિક, દરેક ઘર અને દરેક વ્યવસાય માટે ઉપલબ્ધ હોવું જોઈએ. ત્યારે જ આપણે આપણા સમગ્ર અર્થતંત્રમાં ઉત્પાદકતા, કમાણી અને જીવનધોરણમાં અસાધારણ રીતે વધારો કરી શકીશું, જેનાથી આપણા દેશમાં એક સમૃદ્ધ અને સમાવિષ્ટ સમાજનું નિર્માણ થશે. આ અમારી સાતત્યપૂર્ણ માન્યતા છે, જે અમારી વી કેર ફિલસૂફીથી પણ પ્રેરિત છે.”
25મી નવેમ્બરથી ગુજરાતમાં જિયોના ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના 1 Gbps+ સુધીની ઝડપે અનલિમિટેડ ડેટાનો અનુભવ કરવા માટે જિયો વેલકમ ઑફર માટે આમંત્રિત કરવામાં આવશે.
જિયો TRU 5Gનો ત્રણ ગણો ફાયદો છે જે તેને ભારતમાં એકમાત્ર TRUE 5G નેટવર્ક બનાવે છે:
- 4G નેટવર્ક પર કોઈપણ પ્રકારની નિર્ભરતા વગર અદ્યતન 5G નેટવર્ક સાથે સ્ટેન્ડઅલોન 5G આર્કિટેક્ચર
- 700 MHz, 3500 MHz અને 26 GHz બેન્ડમાં 5G સ્પેક્ટ્રમનો સૌથી મોટો અને શ્રેષ્ઠ સમન્વય
- કેરિયર એગ્રિગેશન કે જે કેરિયર એગ્રીગેશન નામની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 5G ફ્રીક્વન્સીઝને એક જ મજબૂત “ડેટા હાઇવે” માં એકીકૃત કરીને જોડે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત