Team Chabuk-Gujarat Desk: તાલાલામાં વન વિભાગના નિવૃત્ત કર્મીએ પોતાની બંદૂકમાંથી છાતીમા ગોળી મારી આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. આંબળાશ ગામે રહેતા 68 વર્ષના અબ્દુલભાઈ એ આત્મહત્યા કરી લીધી છે. પોતાની લાઈસન્સ વાળી બંદુકથી છાતીના ભાગે ગોળી મારી આપઘાત કર્યો હતો. અબ્દુલભાઈ વર્ષ 2011માં નિવૃત્ત થયા હતા, તેમની પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં છ લોકોના નામ છે. વર્ષ 2013માં અબ્દુલભાઈએ વ્યાજે રૂપિયા લીધા હતા. જે ચુકવી દીધા બાદ પણ વ્યાજખોરો ધાકધમકી આપતા હતા. સુસાઈટ નોટના આધારે પોલીસે આરોપી નારાણ સોલંકીની અટકાયત કરી છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે મૃતક અબ્દુલ બ્લોચ જે છ નામ લખ્યા છે તેમાં નારણ સોલંકી નામનો ઉલેખ કરાયો છે. નારણ સોલંકી અને તેનો સગો ભાઈ આત્મહત્યા પાછળ કારણ ભૂત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતકની સુસાઈડ નોટ મુજબ નારણ સોલકી પાસેથી ભૂતકાળમાં 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેના 13 લાખ રૂપિયા ચૂકવી દીધા એટલું જ નહિ મકાન અને બે બુલેટ પણ નારાણ સોલંકી પડાવી લીધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હાલ તાલાલા પોલીસે આરોપી નારણ સોલંકીને દબોચી અટકાયત કરી લીધી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત