Homeગુર્જર નગરીઅમે નહીં સુધરીએઃ રાજકોટમાં અગ્નિકાંડ બાદ પણ લાંચિયા અધિકારી નથી સુધર્યા, ચીફ...

અમે નહીં સુધરીએઃ રાજકોટમાં અગ્નિકાંડ બાદ પણ લાંચિયા અધિકારી નથી સુધર્યા, ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા

Team Chabuk-Gujarat Desk: : રાજકોટ શહેરમાં ગત તારીખ 25 મેના રોજ ટીઆરપી ગેમઝોન આગ કાંડ સર્જાયો હતો અને આ દુર્ઘટનામાં 28 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક પગલાં ભરવામાં આવ્યા હતા. જો કે આ કાર્યવાહી બાદ પણ લાંચિયા અધિકારીઓ સુધર્યા નથી તેવું લાગી રહ્યું છે. કેમ કે રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર એ.બી. મારુ લાંચ લેતા ઝડપાયા છે.

bribe

મળતી માહિતી પ્રમાણે RMC ચીફ ફાયર ઓફિસર એ.બી.મારૂ લાંચ લેતા ઝડપાયા છે. એ.બી.મારુ 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. મળતી વિગતો પ્રમાણે ફરિયાદી પાસે ફાયર NOC માટે 3 લાખ લાંચની માંગ કરી હતી. જેમાંથી 1.80 લાખ રૂપિયા સ્વીકારતા ACB એ ઝડપી પાડ્યા છે. મહત્વની વાત એ છે કે, રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે જ લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા છે.

મહત્વનું છે કે, ટીઆરપી ગેમઝોન આગકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર સામે કડક કાર્યવાહી કરીને તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભુજના અનિલ મારુને રાજકોટના ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ત્યારે અનિલ મારૂએ ઈલેશ ખેર સામે થયેલી કડક કાર્યવાહીમાંથી કોઈ ધડો ન લીધો અને લાંચ લીધી. જો કે આખરે તેઓ લાંચ લેતા ઝડપાઈ ગયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments