Homeગુર્જર નગરીતરણેતરના મેળામાં સૌપ્રથમ વખત આ વર્ષે જોવા મળશે નવું આકર્ષણ

તરણેતરના મેળામાં સૌપ્રથમ વખત આ વર્ષે જોવા મળશે નવું આકર્ષણ

Team Chabuk-Gujarat Desk: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આ વર્ષે તરણેતરના મેળામાં પ્રથમ “ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધા”ઓનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા પરંપરાગત વેશભૂષા (ભાઈઓ), પરંપરાગત વેશભૂષા (બહેનો), છત્રી સજાવટ, પારંપરિક ભરતગૂંથણ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા-છંદ, ડાક-ડમરુ (ગાયન સાથે), વાંસળી, સીંગલ પાવા, જોડિયા પાવા, એકપાત્રીય અભિનય (ઐતિહાસિક/ધાર્મિક પાત્રો), રાવણહથ્થો (ગાયન સાથે), રાસ (શહેરી/ગ્રામ્ય), ભવાઇ, બહુરૂપી, હુડો રાસ, લોકનૃત્ય, મોરલી, શરણાઈ, એકલ નૃત્ય (સોલો ડાન્સ), લાકડી ફેરવવી, ઢોલ જેવી વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન તરણેતરના મેળામાં આગામી તા.06-09-2024 થી તા.08-09-2024 દરમ્યાન કરવામાં આવનાર છે.

tarnetar

આ સ્પર્ધાઓમાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના જ સ્પર્ધકો/કલાવૃંદો ભાગ લઈ શકશે. આ માટેના એન્ટ્રી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી, સુરેન્દ્રનગર ખાતે થી રૂબરૂ મેળવી લેવાનાં રહેશે. તથા કચેરીના બ્લોગ dydosnr.blogspot.com અને વ્હોટસએપ નંબર 6353363567 ઉપરથી પણ મેળવી શકાશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધક/કલાકારોએ તા.03-09-2024 સુધીમાં પોતાનું ફોર્મ ભરી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં.-એ/5, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે પહોંચાડવાનું રહેશે. સમય મર્યાદા બાદ આવેલ ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહી. તેમ વધુ યાદીમાં જણાવાયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments