Homeગુર્જર નગરીસૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને મહત્વની આગાહી

સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને મહત્વની આગાહી

Team Chabuk-Gujarat Desk: આવતીકાલે તારીખ 13 જુલાઈ થી 17 જુલાઈ સુધી હવામાનને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી- તરઘડીયા દ્વારા 13 જુલાઈ થી 17 જુલાઈ સુધી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જામનગર જિલ્લામાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લો

રાજકોટ જિલ્લામાં આવતીકાલ 13 જુલાઈ થી 17 જુલાઈ સુધી છુટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જેમાં 13, 14 અને 15 જુલાઈના રોજ 4-4 મીમી વરસાદ જ્યારે 16 જુલાઈએ 8 મીમી અને 17 જુલાઈએ 19 મીમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

મોરબી જિલ્લો

મોરબી જિલ્લામાં પણ આગામી પાંચ દિવસ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં 13 જુલાઈના રોજ 2 મીમી, 14 થી 16 જુલાઈ સુધી 3-3 મીમી અને 17 જુલાઈના રોજ 15 મીમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 13 જુલાઈના રોજ 5 મીમી, 14 જુલાઈના રોજ 4 મીમી, 15 જુલાઈના રોજ 3 મીમી, 16 જુલાઈના રોજ 4 મીમી અને 17 જુલાઈના રોજ 17 મીમી વરસાદ પડી શકે છે.

સુરેન્દ્રનગર જિલ્લો

સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13 જુલાઈના રોજ 2 મીમી, 14 જુલાઈના રોજ 3 મીમી, 15 જુલાઈના રોજ 4 મીમી, 16 જુલાઈના રોજ 7 મીમી અને 17 જુલાઈના રોજ 22 મીમી વરસાદ પડી શકે છે.

rain

અમરેલી જિલ્લો

અમરેલી જિલ્લામાં આવતીકાલે સારો વરસાદ વરસશે તેવી આગાહી કરાઈ છે. આવતીકાલે 13 જુલાઈના રોજ અમરેલી જિલ્લામાં 64 મીમી એટલે કે અઢી ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. 14 જુલાઈના રોજ 8 મીમી, 15 જુલાઈના રોજ 4 મીમી, 16 જુલાઈના રોજ 25 મીમી એટલે કે એક ઈંચ અને 17 જુલાઈના રોજ 125 મીમી એટલે કે 5 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. આમ અમરેલી જિલ્લામાં 17 જુલાઈના રોજ છુટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.

જામનગર જિલ્લો

જામનગર જિલ્લામાં 13 અને 14 અને 16 જુલાઈના રોજ 5 મીમી, 15 જુલાઈના રોજ 4 મીમી અને 17 જુલાઈના રોજ 20 મીમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments