Homeગુર્જર નગરીધર્મ, જ્ઞાતિના નામે મત માંગતા નેતાઓએ મતદારોની આ તસવીરો જોવી જોઈએ

ધર્મ, જ્ઞાતિના નામે મત માંગતા નેતાઓએ મતદારોની આ તસવીરો જોવી જોઈએ

Team Chabuk-Gujarat Desk: ગુજરાત રાજ્યની કોમી એકતાના ઉદાહરણ દુનિયાભરમાં આપવામાં આવે છે. ગુજરાતીઓ દરેક તહેવાર સાથે મળીને ઉજવે છે તો પછી લોકશાહીનો આ તહેવાર સાથે ન ઉજવે એવું બને જ નહીં. લોકશાહીના અવસરમાં આજે કોમી એકતાનું ઉદાહરણ પૂરુ પાડતી તસવીરો પાટણ જિલ્લામાં જોવા મળી છે. પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર લોકો સવારથી જ મતદાન કરવા માટે ઉમટ્યા છે. એવામાં દરેક ધર્મ-જાતિ તેમજ લિંગનો ભેદભાવ ભૂલી લોકો મત આપી રહ્યા છે. વોટ કર્યા બાદ તસવીરો-સેલ્ફી લઈ રહ્યા છે. મતદારોની આ તસવીરો એવા નેતાઓએ જોવી જોઈએ જેઓ ધર્મ, જ્ઞાતિ-જાતિના નામે મત માંગીને પોતાના રાજકીય રોટલા શેકવા માંગે છે.

પાટણની ચાર વિધાનસભા બેઠક પર સવારે 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચુકી હતી. લોકોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે લોકો વ્યવસાયના અર્થે પાટણ જિલ્લાની બહાર વસવાટ કરી રહ્યા છે તેઓ પણ આજનો દિવસ ભૂલ્યા વગર અચુક મતદાન કરવા માટે પોતાના વતન આવ્યા છે. પાટણ જિલ્લામાં વિવિધતામાં એકતા દેખાઈ રહી છે. તમામ જાતિ અને ધર્મનાં લોકો એકસાથે મળીને વોટ કરી રહ્યાં છે. ચૂંટણીનાં અવસરમાં કોમી એકતા અને દેશની વિવિધતામાં એકતાનાં ઉત્તમ ઉદાહરણો દ્રશ્યમાન થઈ રહ્યા છે. વહેલી સવારથી જ પાટણ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.

whatsapp group join link

તાજેાતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments