Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં અનેક જગ્યાએ દેહ વ્યાપાર ધમધમી રહ્યા છે. એમાંય ખાસ કરીને પોલીસ અને તંત્રથી બચવા માટે સ્પાની આડમાં આ ધંધો ફુલ્યો ફાલ્યો છે. ત્યારે ભરૂચમાંથી આવા જ એક મસાજ પાર્લરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલા સાઈન સ્પામાં પોલીસે રેડ કરીને સ્પાની આડમાં ચાલતાં દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો છે.
સાઈન સ્પામાં કુટણખાનું ચાલતું હોવાનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ સફાળી જાગી હતી અને સ્પામાં રેડ કરતાં સંચાલક સહિત ગ્રાહકો અને વિદેશી યુવતીઓ ઝડપાઈ હતી. તમામને ઝડપીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભરૂચના શ્રવણ ચોકડી નજીકના સિલ્વર સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં સાઈન સ્પામાં કુટણખાનું ચાલતુ હોવાનો સ્ટિંગ વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, સૌપ્રથમ કાઉન્ટર ઉપર ગ્રાહક રૂપિયાની ચૂકવણી કરે છે અને ત્યારબાદ સ્પામાં રહેલા અલગ અલગ રૂમમાં વિદેશી યુવતીઓ ગ્રાહકોને બતાવાય છે. ગ્રાહકે વિદેશી યુવતી પસંદ કર્યા બાદ રૂમનો દરવાજો બંધ કરાય છે.
આ સમગ્ર વીડિયો સામે આવ્યા બાદ સ્પાની આડમાં દેહનો વેપાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો હતો. જેના પગલે વીડિયો બનાવનારે સમગ્ર માહિતી ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીને આપી હતી જેના પગલે સ્થાનિક એ ડિવીઝન પોલીસે ડમી ગ્રાહક મોકલી તપાસ કરતા સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાનું સામે આવતા પોલીસે રેડ પાડી હતી.
એ ડિવીઝન પોલીસે સ્પાની આડમાં ચાલતાં કુટણખાના ઉપર રેડ કરતા ઘટના સ્થળ ઉપરથી સંચાલક પંકજભાઈ નગીનભાઈ પરમાર તથા સ્પાની અંદરથી વિરેન્દ્રસિંહ સરદારજી માત્રોઝા, સોયબ યુસુફ મોહમ્મદ પઠાણ અને ઈરફાન જમાલ મહંમદ પીંજારાને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત રૂમોમાંથી વિદેશી યુવતીઓ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળ ઉપરથી કાઉન્ટર ઉપર રહેલા રોકડા રૂપિયા ૬૦૦૦ મળી સંચાલક પાસેથી 20 હજાર રૂપિયા કબજે કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે યુવતીઓને 1 હજાર મળતા હતા અને એક હજાર રૂપિયા સંચાલકને મળતા હતા. પોલીસે ૪૦.૪૬૦નો મુદ્દામાલ જપ્ત કરી સંચાલક ગ્રાહકો અને વિદેશી યુવતીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
