Homeગુર્જર નગરીઊનામાં રવિવારે સાશ્વત ડેન્ટલ ક્લિનિક દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

ઊનામાં રવિવારે સાશ્વત ડેન્ટલ ક્લિનિક દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

Team Chabuk-Gujarat desk: પાચનની શરૂઆત મોઢાથી થાય છે. આપણે ખાધેલા ખોરાકને પાચન માટે તૈયાર કરવાનું કાર્ય દાંત કરે છે. દાંત મજબૂત હોય તો આપણું પાચનતંત્ર પણ મજબૂત બને છે. ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોના લાભાર્થે ઊનામાં શાશ્વત ડેન્ટલ ક્લિનિક દ્વારા આગામી 22 ડિસેમ્બર, 2024ના રોજ દાંત, પેઢા, મોં, જડબાના રોગ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મો તથા જડબાના સર્જન, વાકાચુકા દાંતના સર્જન, ઈમ્પલાન માટેના સર્જન, ફિક્સ દાંતના સર્જન સેવા આપશે.

ઊનાના ગીર ગઢડા રોડ પર ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ, રૂદ્રાક્ષ સિનેમા નીચે આવેલા સાશ્વત ડેન્ટલ ક્લિનિકમાં ડો. યોગેન્દ્ર ચૌહાણના માર્ગદર્શનમાં આગામી 22 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી દંત ચિકિત્સા કેમ્પ યોજાશે. આ કેમ્પમાં દર્દીઓને દાંતના રોગોનું કોઇપણ ચાર્જ વગર નિદાન કરી આપવામાં આવશે. આ ઉપરાત દાંતના એકસ-રે (IOPA X-Ray)ની અને દાંત પડાવવાની સારવાર નિઃશુલ્ક આપશે.

sashwat

જે દર્દીઓને દાંતના મૂળીયાની સારવાર (Root Canal Treatment)ની જરૂર હશે તેમને એકદમ રાહતદરે સારવાર આપવામાં આવશે. તેમજ દાંતના ચોકઠા, સર્જરી વડે મોં ખોલવાની સારવાર, જડબા તથા મો, ગાઠ, રસોળી કે ભાંગતુટની સર્જરી, વાકા-ચુકા દાંતની સારવાર, ડહાપણની દાઢના ઓપરેશન અને દાંતની અન્ય સારવાર રાહતદરે કરી આપવામાં આવશે. સાથે સાથે કેમ્પમાં હાજર દવાઓ જરૂરીયાતમંદ દર્દીને રાહતદરે આપવામાં આવશે. ઊનાના આંગણે શાશ્વત ડેન્ટલ ક્લિનિક દ્વારા યોજાનારા દંત ચિકિત્સા કેમ્પનો લાભ લેવા ડો. યોગેન્દ્ર ચૌહાણ અને તેમની ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments