Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે બોરમાં પડેલી બાળકીને સુરક્ષિત બહાર કઢાઈ

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે બોરમાં પડેલી બાળકીને સુરક્ષિત બહાર કઢાઈ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે બાળકી બોરમાં પડી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જો કે બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવી છે. ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે અનિરુદ્ધભાઈ અરજણભાઈની વાડીએ વાડીએ બોરની અંદર બાળકી પડી ગઈ હતી. બાળકી 40 ફૂટના બોરમાં પડી ગઈ હતી.  ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર દ્વારા બાળકીન બચાવવાના પ્રયાસો હાથ ધરી દેવામાં આવ્યા હતા. મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા તેમજ 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. 

માહિતી મળતાં જ બાળકીને બહાર કાઢવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના કલેક્ટર કે.સી. સંપતે જણાવ્યું હતું કે, મામલતદાર અને આખી ટીમ પહોંચી ગઈ છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાની આર્મીની રેસ્ક્યૂ ટીમ પણ પહોંચી હતી. જે રેસ્ક્યૂ માટે એક્સપર્ટ છે. આરોગ્યની ટીમ પણ ત્યાં હાજર રહી હતી. અંતે આર્મીના જવાનો દ્વારા બાળકીને સુરક્ષિત રીતે બોરવેલમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી. જેથી સૌને હાશકારો થયો હતો.

મહત્વનું છે કે, બે મહિના પહેલા જ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડવાની ઘટના બની હતી. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments