Homeગુર્જર નગરીરાજકોટમાંથી ઝડપાયો 10 ચોપડી ભણેલો નકલી ડોક્ટર

રાજકોટમાંથી ઝડપાયો 10 ચોપડી ભણેલો નકલી ડોક્ટર

Team Chabuk-Gujarat DesK: કોરોનાકાળમાં નકલી ઇન્જેક્શન વેચી મોતના સોદાગરો માલામાલ થયા અને ઘણા પોલીસના હાથે ઝડપાય પણ ગયા. કહેવાય છે ને કે ખોટું લાંબું ન ચાલે. ગમે ત્યારે તેનો ભાંડો ફૂટે ખરો. આમ રાજકોટમાંથી એક નકલી ડોક્ટર ઝડપાયો છે. છેલ્લા બે વર્ષથી આ નકલી ડોક્ટર ક્લિનીક ખોલીને લોકોની સારવાર કરતો હતો. પરંતુ તેની ભક્તિ બહુ લાંબી ન ચાલી અને પોલીસના હાથે ઝડપાય ગયો.

રાજકોટ શહેરના મોરબી રોડ પર ક્લિનિક ચલાવી કોઈપણ પ્રકારની મેડિકલની ડિગ્રી વિના કોરોનાની આ મહામારીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતો નકલી ડોક્ટર ઝડપાયો છે. મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિસાન સોસાયટીમાં આ નકલી ડોક્ટર છેલ્લા બે વર્ષથી ક્લિનિક ચલાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલો આ નકલી ડોક્ટર 10 ચોપડી જ ભણેલો છે. અહીંયા તે બે વર્ષથી ક્લિનિક ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. પરંતુ આ નકલી ડોક્ટરને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં એક વ્યક્તિ મેડિકલની ડિગ્રી વિના ક્લિનિક ચલાવતો હતો. આ અંગેની બાતમી એસઓજી કોન્સ્ટેબલને મળી હતી. ત્યારબાદ એસઓજીની ટીમે જય જવાન જય કિસાન સોસાયટીમાં આવેલા રઘુવંશી ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ડોક્ટર કોઈપણ જાતની ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો. ઝડપાયેલા નકલી ડોક્ટરનું નામ હિરેન કાનાબાર હોવાનું જાણવા મળ્યું છે અને તે માત્ર 10 ચોપડી જ ભણેલો છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાયેલો 35 વર્ષીય હિરેન કાનાબાર મોરબી રોડ જકાતનાકા સામે આવેલી અક્ષરધામ શેરી નંબર. 4માં ભાડાના મકાનમાં રહેતો હતો. આરોપી મૂળ ગીર સોમનાથ જિલ્લાના માળીયાહાટીનાનો છે. પુછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તેણે 2001માં ધોરણ 10 પાસ કર્યુ હતું.  ત્યારબાદ અલગ અલગ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી તેણે જાતે ક્લિનિક ચાલુ કર્યું હતું.

પોલીસે આ નકલી ડોક્ટરના ક્લિનિકમાં દરોડા પાડીને મેડિકલના સાધનો, ઇન્જેક્શન, એલોપથિક દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી હિરેન કાનાબાર વિરુદ્ધ આઈપીસી કલમ 419 તથા મેડિકલ પ્રેક્ટીશનરી એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments