Team Chabuk- Gujarat Desk: રાજ્યમાં કોરોના વાયરસના કેસ ફરીથી વધી રહ્યા છે. ટ્યૂશન ક્લાસ અને શાળાઓ બંધ કરવા વાલીઓ અપીલ કરી રહ્યા છે. સાથે જ વાલીઓ 19મી માર્ચથી 27 માર્ચ દરમિયાન લેવાનારી વિદ્યાર્થીઓની પરીક્ષા મુદ્દે મુંઝવણમાં મૂકાયા છે. વાલીઓ મુંઝવણમાં હતા કે તેમના દીકરા-દીકરીને શાળાએ મોકલવા કે કેમ. જો કે, આ મુદ્દે સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. પરીક્ષા અંગે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
આવતીકાલથી 19 માર્ચથી 27 માર્ચ સુધી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરાયું છે. બીજી તરફ કોરોના ફરી બેકાબૂ બન્યો છે. એવામાં સરકારે નિર્ણય લીધો છે કે, કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓ કન્ટેન્ટમેન્ટ ઝોન રદ થયા બાદ પરીક્ષા આપી શકશે. એટલે કે જે વિદ્યાર્થીઓનો વિસ્તાર કોરોનાના કારણે કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં આવેલો છે તેમને 19થી 27 માર્ચ સુધીમાં પરીક્ષા આપવાની જરૂર નથી. તેઓ આ પરીક્ષા નહીં આપે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે કે, આવા વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવી. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
શિક્ષણ વિભાગે કહ્યું કે, કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવામાં આવશે. શાળા આવા વિદ્યાર્થીઓ માટે ફરી નવું પ્રશ્નપત્ર કાઢશે. એટલું જ નહીં જો કોઈ શાળા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોય તો તેના માટે પણ નિર્ણય લેવાયો છે જ્યારે શાળા કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત થશે ત્યારે પરીક્ષા લઈ શકશે.
કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી છે. પહેલા શાળા શરૂ કરવા માટે ખૂબ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોરોના હળવો થતાં શાળા શરૂ કરવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી. હવે ફરી કોરોના વકરતાં લોકોની મુંઝવણ વધી છે
રાજ્ય સરકારે લોકડાઉનમાંથી મુક્તિ મળ્યા બાદ અને ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરી હતી. શાળા-કોલેજોમાં ઓનલાઈન પરીક્ષા પણ લેવામાં આવી હતી. ત્યારબાદ તબક્કાવાર શિક્ષણકાર્ય પણ શરૂ કરાયું અને ઓફલાઈન પરીક્ષા લેવાનું પણ આયોજન કર્યું. પરંતુ હવે ફરીથી કોરોના વાયરસના કેસ વધતાં તંત્રની ચિંતા વધી છે.
આવતીકાલથી લેવાનારી ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓ માટે નિયમો નક્કી કરાયા છે. ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓ માટે 80 માર્કનું પ્રશ્નપત્ર રહેશે અને ઈન્ટરનલ માર્ક્સ 20 માર્સના રહેશે. સ્કૂલ બોર્ડે જાહેર કરેલા 70 ટકા અભ્યાસક્રમ મુજબ જ પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે વિદ્યાર્થીઓએ 100 ટકા કોર્ષનો અભ્યાસ કરવાની જરૂર નથી. આ વાત વિદ્યાર્થીઓને પહેલાથી જ કહી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓને શાળામાંથી કોર્સ પણ આપી દેવાયો હતો.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ