Homeગુર્જર નગરીસુરત જિલ્લા ભાજપના નેતાનો મહિલા સાથે રંગરેલીયા મનાવતો કથિત વીડિયો વાયરલ

સુરત જિલ્લા ભાજપના નેતાનો મહિલા સાથે રંગરેલીયા મનાવતો કથિત વીડિયો વાયરલ

Team Chabuk-Gujarat Desk: સુરત ભાજપના નેતાનો બીભત્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બારડોલી તાલુકાના ખરવાસા ગામના સહકારી અને રાજકીય અગ્રણી અજિત પટેલ એક ઘરની બહાર મહિલા સાથે બીભત્સ વર્તન કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલા પણ નગ્ન હાલતમાં નેતા સાથે જોવા મળી રહી છે. બન્ને એકબીજા સાથે બીભત્સ હરકત કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે.

સુરત જિલ્લા ભાજપના નેતાનો રંગરેલિયા મનાવવાનો વીડિયો વાયરલ થયો છે. બારડોલી તાલુકાના ખરવાસા ગામે રહેતા અજિત પટેલનો એક બીભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. બારડોલી તાલુકા પંચાયતના સભ્ય અને હાલ સુમૂલ ડેરીના ડિરેકટર એવા અગ્રણી અજિત પટેલનો બીભત્સ વીડિયો વાયરલ થયો છે.

ભાજપના અગ્રણી અને સુમુલ ડેરીનાં ડાયરેક્ટર અજીત પટેલનો કથિત મહિલા સાથે રંગરેલીયા માનવતો વીડિયો વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થતાં હડકંપ મચી જવા પામી છે. બિભસ્ત વીડિયો વાયરલ થતાં ભાજપ અને દૂધ મંડળીના હોદેદારો ચોંકી ગયા હતા. સુમુલ ડેરીમાં ખરવાસા દૂધ મંડળીનું પ્રતિનિધિત્વ કરનાર અજીત પટેલની કથિત મહિલા સાથેની રંગરેલીયા કેમેરામાં કેદ થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

અજિત પટેલ એક ઘરના વાડા પાછળ મહિલાને બાહુપાશમાં લઇ એકબીજા સાથે બીભત્સ હરકતો કરતાં વીડિયોમાં જોવા મળે છે. . લોકોએ વિશ્વાસ રાખીને બારડોલી તાલુકા પંચાયતની વરાળ બેઠક પરથી મતો આપી તાલુકા પંચાયતમાં બેસાડેલા અજિત પટેલનો આવો કથિત વીડિયો વાયરલ થતાં લોકો પણ ચોંકી ઊઠયા છે.

ઘટના સામે આવતા સરકારી ક્ષેત્રે અને સુમુલ ડેરીના ડાયરેક્ટર્સમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું કે આ વ્યક્તિ વિરુદ્ધ સરકારી ક્ષેત્રે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, આ પહેલા પણ આ જ પ્રકારે હોદ્દેદારોના વીડિયો વાયરલ થતાં વિવાદો થયા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments