Team Chabuk-Gujarat Desk: સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી પાસે બે પિતરાઈ બહેનનાં મૃતદેહ લટકેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, બંને પિતરાઈ બહેનોનો દુલ્હનની જેમ શણગાર કરેલો હતો. દુલ્હનની જેમ શણગાર કરીને બંનેએ આત્મહત્યા કર્યાનો દાવો છે.
અલથાણ વિસ્તારમાં ઝાડી ઝાંખરામાંથી બે યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. બંને યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, બંને બહેનોના હાથ પર બ્લેડના ઘા મારવામાં આવ્યા છે, એટલે કે પહેલાં બ્લેડથી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બંને બહેનોના મૃતદેહ પરથી એવું લાગી રહ્યું છે કે કોઈ મેરેજ માટે સજીધજી હોય. બંને બહેનો નીલમ વર્મા અને રોશની વર્મા મૂળ મધ્ય પ્રદેશની છે અને સુરતમાં છૂટક કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ રૂપ થાય છે.
પ્રેમ પ્રકરણમાં બંને બહેનોએ આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંને બહેનોને લવ મેરેજ કરવા માંગતી હતી અને યુવકો સાથે ભાગી જવાની ફિરાકમાં હતી. પ્રેમીઓએ ભાગી જવાની ના પાડતા બંને બહેનો ભાંગી પડી હતી અને અવાવરું જગ્યા પર ઝાડ સાથે ફાંસો ખાઇ આપઘાત કર્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત