Homeગુર્જર નગરીસુરત બન્યું દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર

સુરત બન્યું દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર

Team Chabuk-Gujarat Desk: મધ્યપ્રદેશના ઈન્દોરને ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ 2022 એવોર્ડમાં ગુજરાતના સુરતને બીજા સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણ 2016 થી હાથ ધરવામાં આવી રહ્યું છે. મૈસુરુ પ્રથમ સર્વેક્ષણમાં ટોચનું સ્થાન મેળવવામાં સફળ થયા પછી, ઇન્દોર 2017 થી યાદીમાં ટોચ પર છે.

કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલય દ્વારા દર વર્ષે દેશના સ્વચ્છ શહેરનો સર્વે કરાતો હોય છે અને ચાલું વર્ષમાં પણ સ્વચ્છતાના સર્વે કરાયો હતો જેના પરિણામ આજે જાહેર થયા છે. મધ્યપ્રદેશના ઈન્દોરે સતત છઠ્ઠી વાર દેશના પહેલા નંબરના સ્વચ્છ શહેરનો એવોર્ડ જીતીને રેકોર્ડ સર્જ્યો છે. આ પહેલા પાંચ વાર ઈન્દોર દેશનું સ્વચ્છ શહેર બની ચૂક્યું છે. કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે ઈન્દોર શહેર સતત છઠ્ઠી વાર દેશનું સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબરે ગુજરાતનું સુરત શહેર આવે છે. સુરતને દેશના બીજા નંબરના સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments