Homeગુર્જર નગરીએક નજર આ તરફ: અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા જામનગરના આ કોઝવે, માઈનોર...

એક નજર આ તરફ: અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા જામનગરના આ કોઝવે, માઈનોર બ્રીજ, પુલ તથા પ્રોટેક્શન વોલનું નવીનીકરણ થશે

Team Chabuk-Gujarat Desk: ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે જામનગર પંથકમાં રસ્તાઓનું ધોવાણ થયું હતું, જેના કારણે જામનગર જિલ્લાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, આથી કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરાઇ હતી. જેને લઇને સરકાર દ્વારા જામનગર પંથકમાં રોડના કોઝવેના નિર્માણ કાર્યને મંજૂરી આપવામાં આવી છે.

રોડ-પુલ કોઝવે મંજુર

કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા પ્રમાણે માર્ગ અને વિભાગ દ્વારા પંચાયત હસ્તકના જામનગર જીલ્લાના  જામનગર અને કાલાવડ તાલુકાના ગત ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલ રોડ-નાળા-કોઝવે તથા પુલ ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ પંચાયત હસ્તકના રસ્તાઓ પર કોઝવે-માઈનોર બ્રીજ તથા પુલ અને પ્રોટેક્શન વોલ બનાવવાની યોજના હેઠળ કામો મંજુર કરી જોબ નંબર આપવામાં આવ્યો છે.

રૂ.35 કરોડના ખર્ચે નવીનીકરણ

અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલ રોડ-નાળા-કોઝવે તથા પુલની નવિનીકરણ કામગીરી માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પંચાયત હસ્તકના રસ્તાઓ પર હયાત કોઝવે તથા નાળા પર નવા પુલ તથા સી.ડી.વર્કસ બનાવવાની યોજના હેઠળ રૂ.૩૫ કરોડના ખર્ચે નવિનીકરણ કરવામાં આવશે. પંચાયત હસ્તકના રસ્તાઓ પર હયાત કોઝવે તથા નાળા પર નવા પુલ તથા સી.ડી.વર્કસ બનાવવાની કામગીરીમાં જામનગર તાલુકાના મુખ્ય જીલ્લા માર્ગ હેઠળ ખીમરાણા ટૂ જોઈન એસ.એચ., ચે.૨/૪૦૦ થી ૨/૬૦૦ રૂ.૩૩૦ કરોડના ખર્ચે મેજર બ્રીજ બનાવવામાં આવશે. મતવા થી નાની માટલી રોડ નોન પ્લાન રોડ રૂ.૩૦ લાખના ખર્ચે નવો કોઝવે બનાવવામાં આવશે. હર્ષદપુર નાઘુના કોંઝા રોડ પર રૂ. ૨૦૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ તથા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે.   મતવા ટૂ ઓલ્ડ ધુતારપુર રોડ પર રૂ. ૩૦ લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવશે.

ગ્રામ્ય પંથકમાં બ્રીજ, કોઝવે

મુખ્ય જીલ્લા માર્ગ હેઠળ મોટી બાણુંગાર થી જોઈન એસ.એસ. પર રૂ.૧૫૦ લાખના ખર્ચ માઈનોર બ્રીજ બનાવવામાં આવશે. લોઠીયા ખોજા બેરજા રોડ પર રૂ.૧૮૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે. મુખ્ય જીલ્લા માર્ગ હેઠળ મતવા ટૂ જોઈન એસ.એચ. પર રૂ.૧૧૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ તથા કોઝવે બનાવવામાં આવશે. બેડ રસુલનગર રોડ પર રૂ.૪૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવામાં આવશે. ચંગા ટૂ જોઈન એસ.એચ.પર રૂ. ૬૦ લાખના ખર્ચે કોઝવે બનાવામાં આવશે. લાવડીયા-મકવાણા-ઢઢા રોડ પર રૂ.૩૨૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે.

મોટા ભાગના વિસ્તારને આવરી લેવાયા

ચંદ્રગઢ ટૂ ચંદ્રગઢ પાટીયા જોડતો રોડ પર રૂ. ૨૦૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે. મતવા ટૂ હનુમાન મંદિર(આવરીયા ડેમ) રોડ પર રૂ.૩૦ લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવશે. નાની માટલી ટૂ મેડી રોડ પર રૂ.૩૦ લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવશે. મોટી લાખાણી-નાની લાખાણી રોડ પર કોઝવે બનાવવામાં આવશે. બાડા સૂર્યાપરા રોડ પર રૂ. ૭૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે. મોડા-નેવી મોડા રોડ પર રૂ. ૧૫૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે.

ખંભાલીડા-રવાણી ખીજડીયા-રોજીયા રોડ પર રૂ. ૬૫૦ લાખના ખર્ચે મેજર બ્રીજ બનાવવામાં આવશે. મોટા થાવરિયા થી અલીયા રોડ પર રૂ.૪૦૦ લાખના ખર્ચે મેજર બ્રીજ બનાવવમાં આવશે. વિજરખી-મિયાત્રા-નાના થાવરિયા-હડમતીયા રોડ પર રૂ. ૮૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવમાં આવશે. વસઈ-આમારા-જીવાપર રોડ પર રૂ.૧૦૦ લાખના ખર્ચે ત્રણ માઈનોર બ્રીજ બનાવવામાં આવશે. ધુતારપર-સુમરી-ખારાવેઢા-પીઠડીયા રોડ પર રૂ. ૮૦ લાખના ખર્ચે હયાત બ્રીજ પર ચાર ગાળા વધારવાનું કામ તેમજ કાલાવડ તાલુકામાં મકાજી મેઘપર-રોજીયા-વિભાણયા રોડ પર રૂ.૧૬૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments