Homeગુર્જર નગરીમૂળ ગુજરાતના પ્રતીક દોશી સાથે થયા નાણામંત્રીની દીકરીના લગ્ન, જાણો કોણ છે...

મૂળ ગુજરાતના પ્રતીક દોશી સાથે થયા નાણામંત્રીની દીકરીના લગ્ન, જાણો કોણ છે પ્રતીક દોશી

Team Chabuk-National desk: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલાએ પ્રભૂતામાં પગલાં માંડ્યા છે. ગુરુવારે 8 જૂને બેંગાલુરૂમાં પરકલાનો લગ્ન સમારોહ યોજાયો હતો. એકદમ સાદગીથી નિર્મલા સીતારમણે પોતાની પુત્રીના લગ્ન કરાવ્યા હતા. જેની તસવીરો સામે આવી છે. લગ્નમાં કોઈ મોટી રાજકીય હસ્તી કે મહાનુભાવોને આમંત્રણ અપાયું ન હતું. નજીકના સગાસંબંધીઓની ઉપસ્થિતિમાં બ્રાહ્મણ પરંપરાથી અને ઉડ્ડુપી અદામારુ મઠના આશીર્વાદથી પરકલાના લગ્ન સંપન્ન થયા હતા.

પરકલાએ ગુલાબી સાડી અને લીલા રંગનું બ્લાઉઝ પહેર્યું હતું જ્યારે વરરાજાએ સફેદ રંગના પંચા અને શાલ પહેરી હતી. આ ઉપરાંત નિર્મલા સીતારમણ મોલાકલમરું સાડીમાં જોવા મળ્યા હતા.

પરકલાના પતિનું નામ પ્રતીક દોશી છે. જેઓ રાજકીય અર્થશાસ્ત્રી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીમના મુખ્ય સહયોગી પણ છે. પ્રતીક કોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ રહી ચુક્યા છે. તેમણે જુલાઈ 2014 અને 2018 વચ્ચે આંધ્રપ્રદેશ સરકારમાં કેબિનેટ રેન્ક પણ સંભાળ્યો હતો.

parkla And pratik

હત્વનું છે કે, પ્રતીક દોશી મૂળ ગુજરાતના છે અને વડાપ્રધાન કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી તરીકે કામ કરે છે. જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેઓ વર્ષ 2014માં દિલ્હી ગયા હતા. જૂન 2019માં તેમને જોઈન્ટ સેક્રેટરીના પદ પર બઢતી આપવામાં આવી હતી.

જ્યારે પરકલા વાંગમયી વ્યવસાયીક રીતે મલ્ટીમીડિયા જર્નાલિસ્ટ છે. તેમણે મેસાચ્યુસેટસના બસ્ટન સ્થિત નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કર્યો છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં બીએમ અને એમએ કર્યું છે. તેમણે લાઈવ મિંટ, ધ વોઈશ ઓફ ફેશન તથા ધ હિન્દુ જેવી પ્રતિષ્ઠીત સંસ્થાઓ સાથે કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ પ્રતીક મુખ્યમંત્રી કાર્યાલયમાં સંશોધન સહાયક તરીકે કામ કરી ચુક્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments