Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ માતા ચેન્જ રૂમમાં ગયા ત્યારે જ પાંચ વર્ષનો પુત્ર સ્વીમિંગ પૂલમાં...

સુરેન્દ્રનગરઃ માતા ચેન્જ રૂમમાં ગયા ત્યારે જ પાંચ વર્ષનો પુત્ર સ્વીમિંગ પૂલમાં ડૂબ્યો, દર્દનાક મોત

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા લોર્ડ રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ જામનગરથી પરિવાર ચોટીલા આવ્યો હતો અને રિસોર્ટમાં રોકાયો હતો આ દરમિયાન દુર્ઘટના બની છે.

ચોટીલાથી આઠ કિલોમીટર દૂર આવેલ લોર્ડ રિસોર્ટમાં પ્રિયા પરિમલ ઠાકર તેમના પિતા સાથે જામનગરથી જોલી એન્જોય વોટર પાર્કમાં આવ્યા હતા. તેમનો પુત્ર પાંચ વર્ષીય ભવ્યદીપ ઠાકર જે લોર્ડ રિસોર્ટના સ્વિમિંગ અઢીથી ત્રણ ફુટના સ્વીમિંગ પૂલમાં પડી ગયો હતો. બીજી તરફ ત્યાં કોઈ કર્મચારી પણ હાજર ન હોવાનો દાવો છે.

doctor plus

દરમિયાન બાળક ન મળી આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. ત્યારે જ પાંચ વર્ષીય ભવ્ય સ્વીમિંગ પૂલમાં જોવા મળ્યો હતો. તેને તાત્કાલિક ચોટીલા સરકારી રેફરલ હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવાયો હતો. જો કે, તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments