Homeગુર્જર નગરીરાજ્યના આ વિસ્તારમાં 30 નવેમ્બરથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી

રાજ્યના આ વિસ્તારમાં 30 નવેમ્બરથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે. આગામી 30 નવેમ્બર રાતથી 2જી ડિસેમ્બર સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ વિસ્તારમાં વરસાદની શક્યતા

સામાન્યથી મધ્યમ અને ગાજવીજ સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. જેમાં 30 નવેમ્બરે રાત્રે 8-30થી નવેમ્બરથી 1 ડિસેમ્બરના રાતના 8-30 સુધીના ચોવીસ કલાકમાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. જ્યારે 1 ડિસેમ્બરે રાતના 8-30થી 2 ડિસેમ્બર રાતના 8-30 સુધીના ચોવીસ કલાકમાં દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને દીવ તેમજ અમદાવાદ, આણંદ, ખેડા મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદ પડશે. એ સિવાયના રાજ્યના બાકીના ભાગોમાં માવઠાની શક્યતા નથી.

shree-hari-jyotish

રાજયમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યા છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ સવારે ધૂમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે. સાથે ગુલાબી ઠંડીનો હેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે, તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. માત્ર દક્ષિણ ગુજરાત સિવાય અન્ય કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડી વધશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments